Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ગન લાયસન્‍સ માટેની ઉપર ૧૮ થી વધારી ૨૧ની કરવા માટે ટ્રમ્‍પ સહમતઃ ફલોરિડાની સ્‍કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના બાદ લોકોના ઉહાપોહના પડઘા

વોશીંગ્‍ટનઃ અમેરિકાના ફલોરિડાની સ્‍કૂલમાં થયેલા અધાધૂંધ ગોળીબારથી માર્યા ગયેલા ૧૭ બાળકોના બનાવથી હચમચી ગયેલા તમામ નાગરિકોએ  ગન લાયસન્‍સ માટેની ઉંમર ૧૮ થી વધારી ૨૧ની કરવા તેમજ લાયસન્‍સ આપવાના નિયમો કડક કરવાની માંગણીના ઘેરા પડઘા પડયા છે.

જે મુજબ પ્રેસિડન્‍ટ ટ્રમ્‍પએ પોતે પણ ગત લાયસન્‍સ માટેની ઉંમર ૧૮ થી વધારી ૨૧ કરવા માટે સહમતિ દર્શાવી છે. તથા કોંગ્રેસ પણ તેમની આ ભલામણ માન્‍ય રાખશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:35 pm IST)