Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરામસ ન્યૂજર્સીમાં આવતીકાલ 25 ફેબ્રુ.ના રોજ હોળી રંગોત્સવ: સાથોસાથ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંજ ઉજવાતા શાકોત્સવનો પ્રસાદ માણવાનો લ્હાવો

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્યુજર્સી છેલ્લા 5 વર્ષથી બાળકો, યુવાનોના સંસ્કાર જતન અને વડીલોના સત્સંગ પોષણનું કાર્ય કરી રહેલી સુપ્રસિદ્ધ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  પરામસ-ન્યુજર્સીમાં તારીખ 25 ફેબ્રુઆરી 2018, રવિવારના દિવસે સાંજે 3:30 થી 6:30 સુધી હોળી-રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવાતો દિવ્ય શાકોત્સવ પણ રાખવામાં આવેલ છે.

પ્રસંગે ડલાસથી પધારેલા પૂજ્યપાદ ભગવતચરણદાસજી સ્વામી તથા અન્ય પવિત્ર સંતોના મંગલ આશીર્વાદનો લાભ મળશે.

બાળકો-બાલિકાઓ, યુવાનો-યુવતીઓ દ્વારા મનભાવન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત થશે.

દિવ્ય પ્રસંગે સંતો સંગે રંગોત્સવ રમવા તથા સંતોના હસ્તે શાકોત્સવ જમવા સહુ ધર્મપ્રેમીઓને ગુરુકુલ પરિવાર દ્વારા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે

એમ શ્રી ચતુરભાઈ વઘાસીયાની યાદીમાં જણાવે છે.

(10:44 am IST)
  • દુબઈ હોસ્પીટલમાં શ્રીદેવીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂરું થયું : ડેથ સર્ટીફીકેટ મળવાની પરિવાર રાહ જોઈ રહ્યો છે : આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અનીલ અંબાણીના પ્રાઇવેટ પ્લેન દ્વારા શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ આજે સાંજે લવાશે : કાલે થશે અંતિમ સંસ્કાર : મુંબઈ સ્થીત તેણીનાં ઘર બહાર ચાહકોની લાગી છે ભીડ access_time 4:27 pm IST

  • દુબઈમાં અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવદેહનું પોસ્ટમોર્ટમ પૂરું :પોલીસનો અંતિમ રિપોર્ટ તૈયાર કરી શકી નથી :પરિવારજનોને ફોરેન્સિક તપાસ રિપોર્ટની રાહ :સામાન્ય પ્રોટોકોલ મુજબ દુબઈમાં હોસ્પિટલ બહાર મૃત્યુ મામલે આ તપાસ 24 કલાકથી વધુ સમય લાગે છે :દુબઇ પોલીસ દ્વારા તપાસ ચાલુ : હવે શ્રીદેવીનો પાર્થિવ દેહ સંભવત મોડી રાત્રે નહિ પરંતુ કાલે, સોમવારે જ મુંબઈ આવશે access_time 1:24 am IST

  • સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં રમાયેલી ટી -20 ક્રિકેટ સિરીઝના નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાએ 7 રનથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે ભારતીય ટીમે વન-ડે સીરીઝ (5-1)થી જીત્યા બાદ ટી-20 સિરિઝમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2-1થી કરારી હાર આપી છે. access_time 10:46 am IST