Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે એક છોકરાને જન્મ આપ્યો

યુવરાજે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ ખુશખબર આપી યુવીએ આ માટે ભગવાનનો આભાર માન્યો છે. આ સાથે તેણે પોતાના ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી

મુંબઈ :ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે એક બાળકને જન્મ આપ્યો છે.

યુવરાજે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ ખુશખબર આપી હતી.  તેણે કહ્યું કે હેઝલે એક પુત્રને જન્મ આપ્યો છે.  આ સાથે યુવીએ પોતાના ફેન્સને પ્રાઈવસી વિશે એક ખાસ વાત પણ કહી છે.
 યુવરાજ સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફીડ દ્વારા સારા સમાચાર શેર કર્યા છે.  તેણે ચાહકોને કહ્યું કે હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો છે.  યુવીએ આ માટે ભગવાનનો આભાર માન્યો છે.  આ સાથે તેણે પોતાના ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી છે.

(12:33 am IST)