Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

બ્રિટનના પીએમ જોનસને કોવિડ-19 પ્રોટોકોલ તોડીને ડાઉનિંગ સ્ટ્રીટમાં મનાવી બર્થડે પાર્ટી

હવે યૂકે પોલીસ પ્રધાનમંત્રી પર કોવિડ-19 સાથે જોડાયેલા પ્રોટોકોલ્સના ઉલ્લંઘન સંબંધિત આરોપોની તપાસ કરશે

લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મુશ્કેલી વધી શકે છે. હવે યૂકે પોલીસ પ્રધાનમંત્રી પર કોવિડ-19 સાથે જોડાયેલા પ્રોટોકોલ્સના ઉલ્લંઘન સંબંધિત આરોપોની તપાસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ જોનસનના ડાઉનિંગ સ્ટ્રીટ આવાસ પર કોરોના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.આ સંબંધમાં સરકારની આંતરિક તપાસમાં પુરાવા મળ્યા છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. ત્યારબાદ હવે આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.

 

બ્રિટનના પીએમ જોનસન આ મામલામાં પોતાના રાજકીય વિરોધીઓના નિશાના પર છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના પ્રોટોકોલમાં ઇનડોર લોકો ભેગા થવાની મનાઈ હોવા છતાં ડાઉનિંગ સ્ટ્રીટમાં એક બર્થડે પાર્ટી દરમિયાન ભીડ ભેગી થઈ હતી. કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટના 2020ની છે, જ્યારે કોરોના મહામારીને કારણે દેશમાં લૉકડાઉન લાગૂ હતું, તમામ પ્રતિબંધોની સાથે લોકો પોતાના ઘરમાં કેદ હતા. તેવામાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને કેટલાક મહેમાનો સાથે ડાઉનિંગ સ્ટ્રીમાં પાછલા વર્ષે 19 જૂને સરપ્રાઇઝ બર્થડે પાર્ટી મનાવી હતી. પરંતુ પીએમે આ મામલામાં સફાઈ આપતા કહ્યુ કે, તેમને લાગ્યું કે આ વર્ક ઇવેન્ટ છે. 

નોંધનીય છે કે મંગળવારે આ મામલામાં લંડનના મેટ્પોપોલિટન પોલીસ કમિશનર ક્રેસિડા ડિકે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરશે. તેમણે કહ્યું- હું તે વાતની પુષ્ટિ કરી શકું છું કે ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઇટહોલમાં કરવામાં આવેલી અલગ-અલગ પાર્ટીઓની તપાસ થશે. આ તપાસ છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડ-19 સાથે જોડાયેલા પ્રોટોકોલના ઉલ્લંઘનને લઈને થશે. 

બોરિસના કેબિનેટ કાર્યાલયના અધિકારી સૂ ગ્રે દ્વારા લૉકડાઉન પાર્ટીઓને લઈને એક સત્તાવાર તપાસ આ સપ્તાહના અંતમાં સામે આવવાની છે. શાપ્સે કહ્યુ કે ગ્રેને જન્મદિવસની પાર્ટીના વિગતની ખબર હતી.

(12:05 am IST)