Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મોટો ખળભળાટ :પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્જીએ પદ્મ ભૂષણ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો

બુદ્ધદેવ ભટ્ટાચાર્જીએ કહ્યું છે કે, "હું આ પુરસ્કાર વિશે કંઈ જાણતો નથી. કોઈએ મને તેના વિશે કંઈપણ જાણ કરી નથી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્વદેવ ભટ્ટાચારીએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રની મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર દ્વારા તેમને આપવામાં આવેલ પદ્મ ભૂષણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો  છે

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) ના પોલિટબ્યુરોના ભૂતપૂર્વ સભ્ય, બુદ્ધદેવ 2002 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું, “મને પદ્મ ભૂષણ પુરસ્કાર વિશે કંઈ ખબર નથી, કોઈએ મને તેના વિશે કહ્યું નથી. જો મને પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હોત, તો મેં તેનો ઇનકાર કર્યો હોત,” તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ગણતંત્ર દિવસ પર, જે લોકોએ તેમના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવ્યું છે, તેમને સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. જેમાં પદ્મ વિભૂષણ એવોર્ડ માટે ચાર નામોની પસંદગી કરવામાં આવી છે. દેશની રક્ષામાં ઘણી વખત અદમ્ય હિંમત દાખવનાર જનરલ બિપિન રાવતને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક એર ક્રેશમાં તેમનું મૃત્યુ થયું હતું. તે સમયે તેઓ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા.

(10:46 pm IST)