Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સરકારે પદ્મ પુરસ્કારો 2022ની જાહેરાત કરી : CDS સ્વ. બિપિન રાવતને પદ્મ વિભૂષણ (મરણોત્તર) અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણથી નવાજવામાં આવશે

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા, આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, સિરમ ઇન્સ્ટીટ્યુટનાં MD સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ: ઓલિમ્પિયન નીરજ ચોપરા, પ્રમોદ ભગત અને વંદના કટારિયા અને ગાયક સોનુ નિગમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે :ગુજરાતમાથી સ્વામી શ્રી સચિદાનંદજી ને પદ્મ ભુષણ, ડો. લતા દેસાઈ - શ્રી માલજીભાઈ દેસાઈ - સ્વ. ખલીલ ધનતેજવી (મરણોત્તર) - શ્રી સવજીભાઈ ધોળકિયા - સુ. શ્રી ગામિત રસિલાબેન રાયસિંગભાઈ અનર શ્રી જયંતકુમાર મગનલાલ વ્યાસને પદ્મશ્રીથી સન્માનિત કરાશે : જુઓ લિસ્ટ કોને ક્યુ મળ્યું સન્માન

નવી દિલ્હી : ભારત સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં નીરજ ચોપરા, કલ્યાણ સિંહ પણ સામેલ છે. જનરલ બિપિન રાવતને પદ્મ વિભૂષણ જ્યારે સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ આપવામાં આવ્યું છે. સોનુ નિગમને પદ્મ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

આ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે. આ પુરસ્કારો કલા, સમાજ સેવા, જાહેર કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં આપવામાં આવે છે.

માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા, આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ, સિરમ ઇન્સ્ટીટ્યુટનાં MD સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ,ઓલિમ્પિયન નીરજ ચોપરા, પ્રમોદ ભગત અને વંદના કટારિયા અને ગાયક સોનુ નિગમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે

 ગુજરાતમાથી સ્વામી શ્રી સચિદાનંદજી ને પદ્મ ભુષણ, ડો. લતા દેસાઈ - શ્રી માલજીભાઈ દેસાઈ - સ્વ. ખલીલ ધનતેજવી (મરણોત્તર) - શ્રી સવજીભાઈ ધોળકિયા - સુ. શ્રી ગામિત રસિલાબેન રાયસિંગભાઈ અનર શ્રી જયંતકુમાર મગનલાલ વ્યાસને પદ્મશ્રીથી સન્માનિત કરાશે :

(8:34 pm IST)