Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પ્રજાસત્તાક પર્વમાં આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે જમ્મુમાં અર્ધ સૈનિક દળોની મદદ મંગાઈ

કાશ્મીરમાં હાઈએલર્ટની વચ્ચે લોકોને સમારોહ સ્થળે લાવવા માટે કવાયત

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૨૫ ઃ. પ્રજાસત્તાક પર્વમાં આવતીકાલે આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે જમ્મુમાં અર્ધ સૈનિક દળોની મદદ માંગવામાં આવી છે. ડ્રોન અને આધુનિક સાધનો દ્વારા આતંકવાદીઓ હુમલો કરે તો તેને ભરી પીવા માટે સૈન્ય તૈનાત છે. અર્ધ સૈનિક દળોની ટુકડીઓ જમ્મુ સહિત જુદા જુદા વિસ્તારો અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી જે સ્થળે કરવામાં આવનાર છે ત્યાં પણ તૈનાત કરવામાં આવશે.

આ ઉપરાંત તંત્રને એ પણ ચિંતા છે કે પ્રજાસત્તાક પર્વમાં લોકોને કાર્યક્રમ સ્થળે કેવી રીતે લાવવા ? કારણ કે હજારોની સંખ્યામાં લોકોને કાર્યક્રમ સ્થળે લાવવા તે પણ એક પ્રશ્ન છે જેથી કાર્યક્રમ સ્થળે લાવવા માટે તંત્ર દ્વારા જુદી જુદી કવાયત હાથ ધરાઈ છે.

(4:25 pm IST)