Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

તૈયાર રહેજો... ફરી મોંઘા થશે વોડાફોન - આઇડિયાના પ્લાન

સીઇઓએ કરી પુષ્ટિ : અગાઉ ૨૫ ટકાનો ભાવવધારો કર્યો હતો

નવી દિલ્હી તા. ૨૫ : એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાએ ગયા મહિને જ તેમનું પ્રી-પેઈડ મોંઘું કરી દીધું છે. વોડાફોન આઈડિયા, એરટેલ અને જિયોના પ્લાન લગભગ ૨૫ ટકા મોંઘા થઈ ગયા છે અને હવે વોડાફોન આઈડિયાના પ્લાન ફરીથી મોંઘા થવા જઈ રહ્યા છે.

વોડાફોન આઈડિયાના સીઈઓ રવિન્દ્ર ટક્કરે આ વાતની પુષ્ટિ કરી છે. થોડા દિવસો પહેલા મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસે એક રિપોર્ટમાં કહ્યું હતું કે વોડાફોન આઈડિયાએ તેના ટેરિફ પ્લાનને મોંઘા કરવા જોઈએ, જો કે તે દરમિયાન કંપનીએ આ બાબતે કોઈ સત્ત્।ાવાર નિવેદન આપ્યું ન હતું.

રવિન્દ્ર ટક્કરે કહ્યું છે કે કંપનીનો ૯૯ રૂપિયાનો સૌથી સસ્તો 4G પ્લાન યુઝર્સની જરૂરિયાતો અનુસાર વધુ મોંઘો નથી. તેમણે કહ્યું કે કંપની આ વર્ષે પણ પોતાના પ્લાનને મોંઘા બનાવશે. વોડાફોન આઈડિયાના પ્લાન ૨૦૨૨ના અંત સુધીમાં અથવા ૨૦૨૩ની શરૂઆતમાં મોંઘા થઈ શકે છે. નવા ટેરિફથી કંપની માટે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં ઓછામાં ઓછો ૧.૯ ગણો વધારો થવાની ધારણા છે.વોડાફોન આઈડિયાને સબસ્ક્રાઈબર્સની દ્રષ્ટિએ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૧માં કંપનીના પ્લાન મોંઘા થયા બાદ તેના સબસ્ક્રાઈબર બેઝમાં લગભગ ૩૦ મિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટેરિફ મોંઘા થયા પછી પણ પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં ૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની વર્તમાન ARPU ૨૦૨૦-૨૧ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂ. ૧૨૧ની સામે રૂ. ૧૧૫ છે.

(3:18 pm IST)