Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શનિના ચંદ્ર મિમાસમાં હોઈ શકે છે મહાસાગર !!

પરિક્રમા દરમ્યાન ધરી પર લડખડાવાના કારણે મળ્યા સંકેત, એક દાયકાથી અભ્યાસ કરી રહ્યુ છે નાસાનું કેસીની મિશન

વોશિંગ્ટનઃ. એક દાયકાથી શનિ ગ્રહનો અભ્યાસ કરી રહેલ અમેરિકન અવકાશ એજન્સી નાસાના કેસીની મિશને શનિના ચંદ્ર મીમાસની અણધારી ગતિની ભાળ મેળવી છે. પરિક્રમામાં જેવો તે પોતાની ધરી પર ફરે છે. થોડો લડખડાઈ જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, આવી ગતિ ચંદ્રમાના બરફની નીચે સમુદ્ર તરફ ઈશારો કરે છે.

નાસા શનિ અને ગુરૂના ચંદ્રમાઓનો અભ્યાસ કરી રહી છે જેની સપાટી નીચે મહાસાગર હોઈ શકે છે. એવુ અનુમાન છે કે ત્યાં જીવન મળી શકે છે. મિસાસ શનિનો નાનકડો ચંદ્ર છે જેની તુલના સ્ટાર વોર્સના ડેથ સ્ટાર સાથે કરવામાં આવે છે કેમ કે તેના પર વિચિત્ર મોટા ખાડાઓ છે. ભૂભૌતિકોવીદ એલીસા રોર્ડને કહ્યુ કે જો મિસાસમાં મહાસાગર હોય તો તે નાના અને છૂપાયેલા મહાસાગરોન સંસારના નવા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.

મહાસાગરોવાળી બર્ફીલી દુનિયા સામાન્ય રીતે લીસી સપાટીવાળો હોય છે. ભરતીનું બળ વિભીન્ન ચંદ્રમાઓને ખેંચે અને ઢીલા મુકે છે. સપાટીનો બરફ તૂટતા રહેવાથી તેનો અંદરનો ભાગ ગરમ રહે છે જેના કારણે મહાસાગરો બનેલા રહે છે. જો કે મિમાસમાં મહાસાગરની પુષ્ટી માટે વૈજ્ઞાનિકોએ હજુ વધુ સાબિતીઓ એકઠી કરવી પડશે.

(2:44 pm IST)