Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે ગણતંત્ર દિવસ : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતર્ક

જમ્મુઃ આવતીકાલે ગણતંત્ર દિવસ ઉપર સીમા પારથી પાકિસ્તાન પ્રેરીત આતંકી ખતરો જ નહિ પરંતુ સીમાની અંદર પણ ભાંગફોડીયા તત્વોના હુમલાની આશંકાએ સુરક્ષાદળો સતર્ક બન્યા છે. સીમાવર્તી ઇલાકામાં આવેલા ગામ અને કસબાઓમાં સાંજે ૭ થી સવારે ૭ સુધી કફર્યુની કડક અમલવારી થઇ રહી છે. પાકિસ્તાની સેના એલઓસી ઉપર ભારતીય સીમા ચોકીઓ ઉપર કબ્જા અને સૈનિક દળો ઉપર હુમલા કરે તો દુશ્મનોના દાંત ખાટા કરી દેવા સેના તૈયાર છે. તસ્વીરમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા થઇ રહેલું સઘનચેકીંગ  નજરે પડે છે.

(2:44 pm IST)