Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પુણેની બજારમાં હાફુસ કેરીનું પહેલું બોકસ આવ્યું: રૂ.૧૮,૦૦૦માં વેચાયું

પુણે, તા.૨૫: પુણેનિવાસીઓએ એમનાં ઉનાળુ ફેવરિટ ફળ કેરીના પહેલા બોકસનું સ્વાગત કર્યુ છે. આ બોકસ ગઈ કાલે અહીંના માર્કેટ યાર્ડમાં લાવવામાં આવ્યું હતું.

પાંચ ડઝન દેવગડ હાફુસ કેરીનું આ બોકસ સિંધુદુર્ગથી આવ્યું હતું અને રૂ. ૧૮,૦૦૦માં વેચાયું હતું. સામાન્ય રીતે, કેરીની ડિલીવરી ફેબ્રુઆરીથી શરૂ થતી હોય છે, પણ આ વર્ષે કેરીનું આગમન વહેલું થયું છે.

(12:57 pm IST)