Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંગ્રામમાં કોંગ્રેસે ઉતાર્યા ૩૦ સ્ટાર પ્રચારક : ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલને સ્થાન

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા નેતાઓને ઉત્ત્।ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા

નવી દિલ્હી તા. ૨૫ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે તેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો પણ સમાવેશ છે. ઉત્ત્।ર પ્રદેશની ચૂંટણીના સંગ્રામમાં ગુજરાતમાંથી એક માત્ર હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો સૌથી ફેમસ ચહેરો છે અને પાટીદાન આંદોલન બાદ તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અન્ય ઘણા નેતાઓને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચને ૩૦ સ્ટાર પ્રચારકોની યાદી સોંપી છે. આ લિસ્ટમાં મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નામ પણ સામેલ છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલવામાં આવેલા પત્રમાં, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે સોમવારે રાજયની વિધાનસભા ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૩૦ સ્ટાર પ્રચારકોનું નામ આપ્યું છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નીચેના નેતાઓ, જેઓ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૭૭(૧) અનુસાર પ્રચાર કરશે.'

ગુલામ નબી આઝાદ કોંગ્રેસના ૨૩ અગ્રણી નેતાઓમાંના એક છે જેમણે ઓગસ્ટ ૨૦૨૦માં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સંગઠન ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. ઉત્ત્।ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૦ ફેબ્રુઆરીએ અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન ૭ માર્ચે યોજાશે જયારે મતગણતરી ૧૦ માર્ચે થશે.

કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહને પણ સ્ટાર પ્રચારક તરીકે સામેલ કર્યા નથી. કોંગ્રેસે ૨૦૧૯ની ચૂંટણીમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી તત્કાલીન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને સોંપી હતી. કોંગ્રેસે સિંધિયાને ૩૯ સીટો પર પ્રચારની જવાબદારી સોંપી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશના નેતાઓમાં વિશ્વાસ દર્શાવ્યો નથી અને સ્ટાર પ્રચારકમાં કોઈ નેતાનો સમાવેશ કર્યો નથી.

(10:18 am IST)