Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

૪ વર્ષની બાળકીએ દાવો કર્યો : ૯ વર્ષ પહેલા બળી મરવાને કારણે તેનું મોત થયું હતું

રાજસ્થાનના રાજસમંદમાં પુનઃજન્મનો હેરાનીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો

જયપુર,તા. ૨૫ : પુનઃજન્મ વિશે જાતજાતની માન્યતાઓ છે કોઈ કહે છે પુનઃજન્મ છે તો બીજા વળી તેને માનવાનો ઈન્કાર કરે છે. પરંતુ કયારેય પુનઃજન્મની એવી ઘટના બની જતી હોય છે કે તેને માન્યા સિવાય બીજો કોઈ છૂટકો હોતો નથી. રાજસ્થાનના રાજસમંદમાં એક ૪ વર્ષની બાળકીએ તેના પુનઃજન્મ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે.  બાળકીએ  તેના પહેલા જન્મમાં તેના મોત અંગે જે નિવેદન આપ્યું તે જાણીને લોકો ચોંકી ઉઠ્યાં છે, ૪ વર્ષીય કિંજલે કહ્યું કે ૯ વર્ષ પહેલા બાજુના ગામમાં એક આગમાં બળી મરવાને કારણે તેનું મોત થયું હતું અને આજે તેનો અહીં જન્મ થયો છે. કિંજલે બાજુના ગામની જે પણ વિગતો આપી તે સાચી નીકળી છે.

નાથદ્વારા નજીકના પરાવલ ગામમાં રતનસિંહ ચૂંડાવતની ૪ વર્ષની નાની પુત્રી કિંજલ વારંવાર તેના ભાઈને મળવાની વાત કરી રહી છે. શરુઆતમાં પિતાએ ધ્યાન ન આપ્યું. પરંતુ એક વાર જયારે કિંજલની મા દુર્ગાએ તેને પિતાને બોલાવવાનું કહ્યું ત્યારે કિંજલ બોલી ઉઠી કે પપ્પા તો બાજુના ગામમાં રહે છે. આ ગામમાં ઉષા નામની એક છોકરી જીવતા સળગીને મરી ગઈ હતી. કિંજલનું ગામ આ ગામથી ૩૦ કિમી દૂર છે અને કિંજલ કહે છે હું જ ઉષા છું.

કિંજલના પુનર્જન્મની કથા આગથી શરૂ થાય છે. કિંજલના દાવાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. માતા દુર્ગાદ્વારા વારંવાર પૂછવામાં આવતા કિંજલ જણાવ્યું કે તેના માતા-પિતા અને ભાઈ સહિત આખો પરિવાર પીપલંત્રીમાં રહે છે. તે ૯ વર્ષ પહેલા દાઝી ગઈ હતી. અકસ્માતમાં તેનું મોત નીપજયું હતું અને એમ્બ્યુલન્સ અહીંથી નીકળી હતી.  કિંજલે જણાવ્યું કે તેના પરિવારમાં બે ભાઈ-બહેન છે. પપ્પા ટ્રેકટર ચલાવે છે.

જયારે કિંજલની વાત પીપલંત્રીના પંકજ પાસે પહોંચી ત્યારે તે રડવા લાગ્યો. પંકજ ઉષાનો ભાઈ છે. પંકજે તેને જોયો કે તરત જ કિંજલની ખુશીનો પાર ન રહ્યો.  જયારે તેણે ફોન પર માતા અને ઉષાનો ફોટો બતાવ્યો ત્યારે તે રડી પડી. ૧૪ જાન્યુઆરીએ કિંજલ પોતાના પરિવાર સાથે માતા અને દાદા સાથે પીપલંત્રી પહોંચી હતી. ઉષાની માતા ગીતા પાલીવાલે જણાવ્યું કે કિંજલ જયારે અમારા ગામમાં આવી ત્યારે એવું લાગતું હતું કે જાણે તે વર્ષોથી અહીં રહેતી હોય. તે જે સ્ત્રીઓને અગાઉ ઓળખતી હતી તેની સાથે વાત કરી. ઉષાને ગમતા ફૂલો વિશે પણ કિંજલે પૂછ્યું કે હવે ફૂલ કયાં છે? પછી અમે કહ્યું કે અમે તેને ૭-૮ વર્ષ પહેલા દૂર કરી દીધું હતું. તેમણે નાની પુત્રીઓ અને પુત્રો બંને સાથે પણ વાત કરી હતી અને તેમને પંખે-સંભાળ રાખી હતી. ગીતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી ઉષા ૨૦૧૩ માં દ્યરે કામ કરતી વખતે ગેસ સ્ટવથી સળગી ગઈ હતી. ઉષાને બે બાળકો પણ છે.

કિંજલના પુનઃજન્મના દાવા બાદ તેના પહેલા જન્મના પરિવાર અને હાલના જન્મના પરિવાર વચ્ચે અતૂટ નાતો બંધાયો છે. કિંજલ રોજ ફોન પર પરિવારના પ્રકાશ અને હિના સાથે વાત કરે છે. ઉષાની માતા કહે છે, 'અમને પણ એવું લાગે છે કે જાણે આપણે ઉષા સાથે વાત કરી રહ્યા છીએ. ઉષા બાળપણમાં આ રીતે વાતો કરતી હતી.

(10:14 am IST)