Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

WHO ની ચેતવણી: વિશ્વ નાજુક મોડ પર છે: ઓમિક્રોન છેલ્લું વેરિઅન્ટ નથી: કોરોનાના ઘણા વધુ વેરિઅન્ટ્સ દસ્તક આપી શકે છે: હાલમાં વિશ્વ ખૂબ જ ખતરનાક અને નિર્ણાયક મોડમાંથી પસાર થઈ રહ્યું છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફરી એકવાર  મહામારીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે સોમવારે એક ચેતવણી જારી કરીને કહ્યું કે,  વિશ્વ સ્તરે એવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે, જેમાંથી આપણે બહાર આવવાનું છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ કોવિડ-૧૯ના અન્ય પ્રકારોના વિકાસ માટે અનુકૂળ છે.  વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ પછી પણ કોરોનાના ઘણા વધુ વેરિઅન્ટ્સ દસ્તક આપી શકે છે.

(10:12 am IST)