Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

દિલ્હી રમખાણો : દિલ્હીની અદાલતે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના સ્ટુડન્ટ શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી રાજદ્રોહ, UAPA આરોપો ઘડવાનો આદેશ આપ્યો

દિલ્હી રમખાણો : દિલ્હીની અદાલતે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના સ્ટુડન્ટ શરજીલ ઇમામની જામીન અરજી ફગાવી રાજદ્રોહ, UAPA આરોપો ઘડવાનો આદેશ આપ્યો

ન્યુદિલ્હી : દિલ્હીની એક અદાલતે સોમવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી શરજીલ ઇમામ વિરુદ્ધ દિલ્હી રમખાણોના કેસમાં તેની જામીન અરજી ફગાવી દેતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAP) હેઠળ રાજદ્રોહ અને અન્ય આરોપો ઘડ્યા હતા. શરજીલ ઇમામ, જેમને જામીન નકારવામાં આવ્યા હતા, તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના ભાષણોનો હેતુ CAA અને NRCનો જવાબ આપવા માટે લોકોને એક કરવા માટે હતો.

નામદાર કોર્ટે આરોપીને કલમ 124A IPC, 153A IPC, 153B IPC, 505 IPC અને UAPA ની 13 હેઠળના ગુના માટે આરોપ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. સમાન તારીખના અલગ આદેશ દ્વારા, આરોપી શરજીલ ઇમામ દ્વારા નિયમિત જામીન આપવા માટે દાખલ કરાયેલી કલમ 439 CrPC હેઠળની અરજી ફગાવી દેવામાં આવે છે. તેવો આદેશ એડિશનલ સેશન્સ જજ અમિતાભ રાવતે આદેશ આપ્યો હતો .

શરજીત ઉપરના આરોપો રાજદ્રોહ, જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, જાહેર દુષ્ટતા માટેના નિવેદનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના છે.

કોર્ટ 3 ફેબ્રુઆરી, 2022ના રોજ આરોપો ઘડશે. જે માટેના તર્કસંગત આદેશની રાહ જોવાઈ રહી છે.

 

ઉલ્લેખનીય છે કે આ કેસ ડિસેમ્બર 2019માં જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ના સંબંધમાં ઈમામના કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણો અને જાન્યુઆરી 2020માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આપવામાં આવેલા ભાષણોથી સંબંધિત છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)