Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર : કોવિડ પ્રોટોકોલ લાગુ પડશે

31 જાન્યુ.એ રાષ્ટ્રપતિનું અભિભાષણ: 31 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામણ રજૂ કરશે બજેટ

નવી દિલ્હી :  31 જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યસભાની કાર્યવાહી સવારના 9 વાગ્યે  અને લોકસભાની કાર્યવાહી સાંજના 4 વાગ્યે શરુ થશે. જોકો આ  કોવિડ પ્રોટોકોલ 2 ફેબ્રુઆરીથી લાગુ પડશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અભિભાષણ હશે. તો 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામણ વર્ષ 2022-23નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. 

રાષ્ટ્રપતિ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યા પછી જ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને એક મહિનાની રજા પછી 8 એપ્રિલ સુધી ચાલુ રહેશે. રજાના સમયગાળા દરમિયાન, વિભાગો સાથે જોડાયેલી સંસદીય સમિતિઓ સંબંધિત મંત્રાલયોને અંદાજપત્રીય ફાળવણીના પાસાઓની સમીક્ષા કરે છે. 

(12:00 am IST)