Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાના કેસ ઘટવા માંડશે : રસીકરણના કારણે ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ ગયો

નવી દિલ્હી : કોરોના વાયરસની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે. જોકે કેટલાક રાજ્યો અને મેટ્રો શહેરમાં કોરોનાના કેસ ઓછા થવા માંડ્યા છે. ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું છે કે, 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાના કેસ ઘટવા માંડશે. કારણ કે મેટ્રો શહેરોમાં કેસ હવે ઓછા થવા પણ માંડયા છે.વેક્સીનેશનના કારણે કોરોનાની ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.

  સૂત્રોનું કહેવુ છે કે, 74 ટકા દેશની વસતીનું ફુલ વેક્સીનેશન થઈ ગયું છે. એક અંગ્રેજી અખબારે નીતિ આયોગના સભ્ય ડો વી કે પોલને ટાંકીને કહ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસની ચાલી રહેલી ત્રીજી લહેર દરમિયાન ઓછા મોત થયા છે. કારણકે વેક્સીન કવરેજ વધ્યુ છે. 6.5 કરોડ લોકો દેશમાં આવે છે જેમણે વેકસીનનો બીજો ડોઝ લીધો નથી.

(12:00 am IST)