Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રાજ્યના સાત ગરવા ગુજરાતીઓ પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત

દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા

નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના રાષ્ટ્રજોગ સંબોધન બાદ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મશ્રી અવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આજે જાહેર થયેલા પદ્મ પુરસ્કારોમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલસહીત સાત ગરવા ગુજરાતીઓનો સમાવેશ થયો છે 

આ વર્ષના પદ્મ પુરસ્કારોની ઘોષણા થઈ ગઈ છે. પદ્મભૂષણ અને પદ્મશ્રી વિજેતા ગુજરાતી મહાનુભાવો નીચે મુજબ છે


સ્વ. કેશુભાઈ પટેલ.   પદ્મભૂષણ
શ્રી રજનીકાંત શ્રોફ.   પદ્મભૂષણ
દાદુદાન ગઢવી.           પદ્મશ્રી
ફાધર વાલેસ.              પદ્મશ્રી
 સ્વ. મહેશ અને નરેશ કનોડિયા. પદ્મશ્રી
શ્રી ચંદ્રકાંત મહેતા.        પદ્મશ્રી

(1:16 am IST)