Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વિમાન દુર્ઘટનામાં ફૂટબોલ કલબના ચાર ખેલાડીનાં મોત

કોરોના આવ્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતા હતા : બ્રાઝિલની ફૂટબોલ ક્લબ અનુસાર આ ખેલાડીઓ વિલા નોવાની વિરુદ્ધ મેચ રમવા માટે ગોયનિયા જઈ રહ્યા હતા

બ્રાઝિલિયા, તા. ૨૫ :  કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરી રહેલા બ્રાઝિલની ફૂટબોલ ક્લબના ૪ ફૂટબોલરોનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. ઉત્તર પ્રાંત ટોકાન્ટિસમાં આ વિમાન ઉડાન ભરવાથી કેટલાક સમય પહેલા રનવેથી ફસકી પડ્યું હતુ. આ દુર્ઘટનામાં પાલમસ ક્લબના અધ્યક્ષ અને પાયલટના પણ મોત થયા છે. ક્લબ અનુસાર આ ખેલાડી વિલા નોવાની વિરુદ્ધ મેચ રમવા માટે ગોયનિયા જઈ રહ્યાહતા.

ક્લબની પ્રવક્તા ઇઝાબેલા માર્ટિન્સે એસોસિએટેડ પ્રેસને કહ્યું કે, આ ખેલાડી પ્રાઇવેટ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, કેમકે તેઓ કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા હતા. માર્ટિન્સે કહ્યું કે, રવિવારના ક્વોરન્ટાઇનનો અંતિમ દિવસ હતો. મૃતકોમાં ક્લબના અધ્યક્ષ લુકાસ મીરા તથા ખેલાડી લુકાસ પ્રાક્સડેસ, ગુલરેમે નો, રાનુલે અને માર્કસ મોલિનારી સામેલ છે. પાટલટની ઓળખ થઈ શકી નથી. બે એન્જિનવાળા આ વિમાનામાં પાયલટ સહિત ૬ યાત્રી સવારી કરી રહ્યા હતા.

અધિકારીઓ પ્રમાણે વિમાનમાં દુર્ઘટના બાદ આગ લાગી હતી. અકસ્માત થવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૫ વર્ષ પહેલા કોલંબિયામાં આ પ્રકારની વિમાન દુર્ઘટનામાં ૧૯ ખેલાડીઓના મોત થયા હતા. એક અન્ય ઘટનામાં ૨૦૧૪માં પૂર્વ આંતરરાષ્ટ્રીય અને બ્રાઝીલના સ્ટ્રાઇકર ફર્નાન્ડોનું બ્રાઝીલમાં જ એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતુ.

(9:49 pm IST)