Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સેન્સેક્સમાં ૫૩૧, નિફ્ટીમાં ૧૩૩ પોઈન્ટનો મોટો કડાકો

શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં કડાકો : રિલાયન્સ, એચસીએલ, ઈન્ડસઇન્ડ બેન્ક ને ટાટા મોટર્સ જેવી મોટી કંપનીના શેર તૂટવાના કારણે શેરબજાર તૂટ્યું

મુંબઈ, તા. ૨૫ : ઘરેલું શેરબજારો સોમવારે સતત ત્રીજા સત્રમાં ગિરાવટ સાથે બંધ રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક્નોલોજીઓ, ઈન્ડસઇન્ડ બેક્ન, ટાટા મોટર્સ જેવી મોટી કંપનીઓના શેર તૂટવાના કારણે સ્ટોક એક્સચેંજ ફરી એકવાર તૂટી પડ્યા. બીએસઈના ૩૦ શેરો વાળા સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ ૫૩૦.૯૫ પોઈન્ટ એટલે કે ૧.૦૯ ટકા તૂટીને ૪૮,૩૪૭.૫૯ ના સ્તર પર બંધ થયા છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૩૩.૦૦ પોઇન્ટ એટલે કે ૦.૯૩ ટકાના ઘટાડા સાથે ૧૪,૨૩૮.૯૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે.

            સેક્ટોરલ ઇન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો મેટલ અને ફાર્મા સેક્ટર સિવાયના તમામ સેક્ટર લાલ નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) ના શેર ૫.૩૬ ટકા ઘટીને પર બંધ થયા છે. આનાથી આખા બજારની સેન્ટિમેન્ટ પર અસર પડી. ઈન્ડસઇન્ડ બેક્નના શેરમાં ૪.૭૨ ટકા અને એચસીએલ ટેકમાં ૩.૮૦ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય એશિયન પેઇન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રિડ, કોટક મહિન્દ્રા બેંક, ઓએનજીસી, એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસીસ, આઇટીસી, એનટીપીસી, એસબીઆઇ, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ટીસીએસ, મહિન્દ્રા અને મહિન્દ્રા, મારુતિ અને લાર્સન એન્ડ ટુબ્રો શેર્સ લાલ નિશાન સાથે બંધ થયા છે.

સેન્સેક્સ પર એક્સિસ બેક્નના શેરમાં સૌથી વધુ ૨.૧૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ રીતે સન ફાર્મામાં શેરમાં બે ટકાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, ડોકટર રેડ્ડીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ અને ટાઇટનના શેરો પણ ઊંચા મથાળે બંધ રહ્યા છે.

(7:42 pm IST)