Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બ્રિટનની બર્મિઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોઍ ૨ દિવસ સુધી કોરોના વાયરસના સંક્રમણને રોકનાર ‘નોઝલ સ્પ્રે’ને આખરી અોપ આપી દીધો

લંડન: બ્રિટનની બર્મિઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી કોરોના વાયરસના સંક્રમણને રોકનાર એક 'નેઝલ સ્પ્રે'ને અંતિમરૂપ આપી દીધું છે. આ ઉપરાંત થોડા મહિનામાં દવાની દુકાનો પર ઉપલબ્ધ થવાની આશા છે. રવિવારે એક સમાચાર પત્રએ દાવો કર્યો હતો. રિસર્ચના મુખ્ય અનુસંધાનકર્તા ડો. રિસર્ચ મોક્સએ 'ધ સંડે ટેલીગ્રાફ'ને કહ્યું કે તે સોશિયલ ડિસ્ટન્સની પાબંધીમાં છુટકારો અપાવવા માટે અને સ્કૂલોને ફરીથી ખોલવામાં તેનાથી મદદ મળશે તેને લઇને આશ્વસ્ત છે.

નેઝલ સ્પ્રેને હજુ સુધી નથી મળ્યું કોઇ નામ

 'નેઝલ સ્પ્રે'ને હજુ સુધી કોઇ નામ મળ્યું નથી. જોકે તેને બનાવવામાં જે રસાયણોનો ઉપયોગ થાય છે. તેને મેડિકલ ઉપયોગ માટે મંજૂરી પ્રાપ્ત છે અને તે માનવ દ્રારા ઉપયોગ કરવમાં સુરક્ષિત છે. મોક્સએ કહ્યું કે 'અમે ગરમીની સિઝન સુધી તેને ઉપલબ્ધ કરાવવાની આશા રાખી રહ્યા છીએ.

રિસર્ચ અનુસાર દળનું માનવું છે કે આ  'નેઝલ સ્પ્રે'નો દિવસમાં ચાર વખત ઉપયોગ કરવાથી કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહી શકાશે અને સ્કૂલ જેવા ભીડવાળા સ્થળો તથા અતિઆધુનિક જોખમ ભરેલા સ્થળો પર તેનો ઉપયોગ દર 20 મિનિટે કરવામાં આવી શકે છે.

(5:45 pm IST)