Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

માર્ગ અકસ્‍માતમાં ઘાયલો માટે કેસલેસ સારવાર યોજનાઃ ખાનગી હોસ્‍પીટલોમાં મફતમાં ઇલાજ

નવી દિલ્‍હી તા. રપઃ માર્ગ અકસ્‍માતોમાં ઘાયલોનો હવે દેશભરમાં ખાનગી હોસ્‍પીટલો અને નર્સીંગ હોમમાં મફત ઇલાજ થશે. તેમને હોસ્‍પીટલ પહોંચાડવાનો કે બીજે ટ્રાન્‍સફર કરવાનો ખર્ચ પણ મળશે. જલ્‍દી જ આ અંગે રોડ-ટ્રાન્‍સપોર્ટ મંત્રાલય રાષ્‍ટ્રીય કેશલેસ ટ્રીટમેન્‍ટ યોજના લાગુ કરવા જઇ રહ્યું છે.

જેમાં અકસ્‍માતમાં ઘાયલોને અન્‍ય સુવિધાઓ પણ મળશે. કેન્‍દ્ર સરકારે અકસ્‍માતના એક કલાકમાં ઘાયલોના મફત ઇલાજ માટે ર૧ હજાર ખાનગી હોસ્‍પીટલોનું લીસ્‍ટ તૈયાર કર્યું છે. જેમાં દર વર્ષે થતા પ લાખ અકસ્‍માતોના ૪.પ લાખ ઘાયલોને ફાયદો થશે. દર વર્ષે અકસ્‍માતમાં ૧.પ૧ લાખ લોકો જીવ ગુમાવે છે અને ૪.૬૯ લાખ ઘાયલ થાય છે.

(3:56 pm IST)