Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

દુનિયાની સૌથી લકઝરી ટ્રેન 'પેલેસ ઓન વ્હીલ્સ' ર૪ ફેબ્રુઆરીથી પાટા પર દોડશે

વેબસાઇટ ઉપર શરૂ થયું ટિકિટોનું બુકીંગ

બીકાનેર, તા. રપ :  વિશ્વની સૌથી લકઝરી અને ઐતહાસિક ટ્રેન પેલેસ ઓન વ્હીલ તા. ર૪ મી ફેબ્રુઆરીથી ફરી પાટા ઉપર દોડવા લાગશે. આ જાણકારે રાજસ્થાન પર્યટન વિકાસ નિગમ-આરટીડીસીના કોલકતા પ્રભારી અધિકારી હિંગળાજદાન રત્નુએ બિકાનેર પ્રવાસ દરમિયાન આપી હતી.

રત્નુએ જણાવ્યુ કે, કોરોનાના કપરા કાળમાંથી બહાર આવવાની સ્થિતિ વચ્ચે હવે ભારતીય પ્રવાસીઓ માટે ૩૮ વર્ષથી દેશ-દુનિયાના પ્રવાસીઓની પ્રથમ પસંદ બનેલી પેલેસ ઓન વ્હીલ્સ એકવાર ફરી હાજર થઇ રહી છે.

પ્રવાસી સચીવ અને આરટીડીસી ચેરમેન આલોક ગુપ્તા, મેનેજીંગ ડાયરેકટર નિકિયા ગોહાએન, એકઝીકયુટીવ ડાયરેકટર જયોતિ ચૌહાણ  ઇડી ફાયનાન્સ હોંશિયારસિંહ પુનિમા આના પર સતત કાર્યરત છે. તેમણે જણાવ્યું કે કોરોના પછી પેલેસ ઓન વ્હીલ્સ ત્રણ દિવસ અને ચાર રાત માટે દિલ્હીથી રવાના થઇ આગરા, સવાઇમાધોપુર, જયપુર, ઉદયપુર, આગરાનું પ્રવાસી ભ્રમણ કરાવશે. જેમાં દિલ્હીથી બુકીંગ શરૂ થઇ જયપુર, ઉદયપુર, રણજાંનીગેર, આગરા પ્રવાસી ભ્રમણ રહેશે. ટૂરનું મિનિમમ પેકેજ ૪૮ હજાર રૂપિયા નકકી કરાયું છે.

(3:18 pm IST)