Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

નરેન્દ્રભાઇ વર્લ્ડ ઇકોનોમીક ફોરમને ર૮મીએ સંબોધશે

નવી દિલ્હી તા. રપઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ ર૮ જાન્યુઆરીએ વીડીયો કોન્ફરન્સ દ્વારા વર્લ્ડ ઇકોનોમીક ફોરનને સંબોધીત કરશે. વિશ્વના ઘણા મોટા નેતાઓ પણ તેમાં ભાગ લેશે. જેમાં ચીનના રાષ્ટ્રપચિત જિનપીંગ પણ સામેલ છે. આ ફોરમ દાવોસમાં રવિવારથી શરૂ થઇ છે. ૬ દિવસ ઓનલાઇન ચાલશે. જેમાં પ્રમુખ કંપનીઓના સીઇઓ-ચેરમેન પણ ભાગ લેનાર છે.

(3:17 pm IST)
  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST