Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

૨૫ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, ૨૬ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આપ સૌને ખૂબ- ખૂબ અભિનંદન. વંદેમાતરમ્...

૧૯૭૧ની સાલમાં આજના દિને હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજય ઘોષિત કરાયું હતું.

૨૦૧૦ની સાલમાં આજના દિને બગદાદમાં ત્રણ બસમાં વિસ્ફોટો થયા હતા. જેમાં ૩૬ના મોત થયા હતા.

૧૯૫૦ની સાલમાં આજના દિને ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. આ દિવસને મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકશાહીમાં મતદાર સૌથી મોટી શકિત ધરાવે છે. આપણે આપણી મત- શકિતનો સમજદારીથી ઉપયોગ કરીએ તેવી શુભેચ્છા.

૨૦૦૫ની સાલમાં મહારાષ્ટ્રના સતારામાં ભયાનક ઘટના બની હતી. મંઢેર દેવી મંદિરે ભાગદોડમાં ૩૦૦ લોકોના મોત થયા હતા.

આજે ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મ દિન છે. તેમનો જન્મ ૧૯૫૮માં થયો હતો.

૧૯૮૩માં આજના દિને વિનોબા ભાવેને મરણોપરાંત ભારત રત્ન સન્માન અપાયું હતું.

૧૯૭૪ની સાલમાં અનાજની તંગી અને બેફામ ભાવ વધારાના કારણે આજના દિને ગુજરાતમાં હિંસક દેખાવો થયા હતા.

૧૯૭૧માં આજના દિને યુગાન્ડામાં સેના પ્રમુખ ઈદી અમીને રાષ્ટ્રપતિ પાસેથી સત્તા છીનવીને પોતે ખુરશી પર બેસી ગયા હતા.આજે રાષ્ટ્રીય પર્યટન દિવસ છે. ફરે તે ચરે.

આજે ગીત- સંગીતના સાધક પંડિત ભીમસેન જોશીની પુણ્યતિથિ છે, તેમનું નિધન ૨૦૧૧ની સાલમાં થયું હતું.

(3:52 pm IST)
  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST

  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST

  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST