Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પતિએ સપનામાં જોયેલા નંબરોની લોટરી ટિકિટ ખરીદતી રહી, આખરે લાગ્યું 344 કરોડનું ઇનામ

કેનેડાની મહિલાએ બે દાયકા પહેલાં નંબર જોયો હતો: વર્ષો પછી કરોડોમાં મળ્યું ધીરજનું ફળ

ટોરન્ટોઃ કેનેડાની ડેંગ પ્રવતાડોમને 344 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ લાગ્યું છે  ડેંગ પ્રવતાડોમના પતિએ સપનામાં એક નંબર જોયો હતો. આ નંબરની ડેંગે લોટરી ખરીદી, લકી સાબિત થતા હવે ગરીબીમાં જીવી રહલોં ડેંગનો પરિવાર અચાનક માલામાલ થઇ ગયો છે

આ અંગે ઓટોરિયો લોટરી અને ગેમિંગએ જણાવ્યું કે ડેંગ પ્રવતાડોમએ 1 ડિસેમ્બર 2020માં સપનામાં જોયેલા નંબરનો ઉપયોગ કરી લોટરીની ટિકિટ ખરીદી. જેમાં તેણે 6 કરોડ કેનેડિયન ડોલર (આશરે 344 કરોડ રૂપિયા)નું ઇનામ જીતી લીધુ.

ડેમગે જણાવ્યું કે તેના પતિએ બે દાયકા પહેલાં કેટલાક નંબરનું સપનું જોયું હતું. બસ ત્યારથી જેકોપોટ જીતવા માટે તે આ નંબરોની લોટરી જ ખરીદતી હતી. અંતે તેને ઇચ્છા પૂરી થઇ અને ધનવાનોમાં તેઓ સામલ થઇ ગયા.

OLGના રિપોર્ટ મુજબ ડોંગે જણાવ્યું કે હું અને મારા પતિ વર્ષોથી મજૂરોની જેમ કામ કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતું બહુ મહેનત કર્યા પછી પણ બચત કરી શકતા નહતા. વળી કોરોના કાળમાં અમારી બંનેની નોકરી પણ જતી. તેથી બહુ મુશ્કેલીનો સામનો કરવો પડયો. હવે આ પૈસાથી અમને મદદ મળશે.eam lottery news

ડેંગે જણાવ્યું કે લોટરીના પૈસા મળતા જીવન સરળ થઇ જશે. આ પૈસાથી બાળકોના અભ્યાસ પર ધ્યાન આપીશું. ઉપરાંત ઘર અને કાર પણ ખરીદીશું.

(2:19 pm IST)