Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

આવતીકાલે પ્રજાસત્તાક દિન

દેશને આઝાદી મળ્યાને ૭૧ વર્ષ બાદ પ્રજા મોંઘવારી અને ભ્રષ્ટાચારની ગુલામીથી કયારે મુકત થશે ?

વર્તમાન સમયમાં ભાવ વધારો શિરોવેદના સમાનઃ ઓનલાઈન કોન્ટ્રાકટ પદ્ધતિથી મુડીવાદીને વધુ મજબૂત બનાવેલ ?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર :. હિન્દુસ્તાને સ્વતંત્રતા બ્રિટીશ શાસનમાંથી તા. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ મેળવેલ. ત્યાર બાદ લગભગ ત્રણ વર્ષ આસપાસ હિન્દુસ્તાન સંપૂર્ણપણે પ્રજાસત્તાક રાજ્ય તા. ૨૬-૧-૧૯૫૦ (છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ)માં સંપૂર્ણ બન્યુ અને વિશ્વની મોટામાં મોટી લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઉભરી આવેલ.

હિન્દુસ્તાનનુ પ્રથમ બંધારણ આપવાની શરૂઆત સને ૧૯૩૬માં થયેલ ઘણી અપૂર્ણતા રહેલને બંધારણમાં પ્રજાના હક્કો સ્વતંત્ર રીતે ભોગવવાના મર્યાદીત હતા. એક સમયે બ્રિટીશ બંધારણ સમિતિમાં જે તે સમયે સ્વ. પંડીત જવાહરલાલ નહેરૂ તથા અન્ય કાયદા સ્નાતક વ્યકિતનો સમાવેશ થયો. હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવી પડશે. તેની પ્રતિતી બ્રિટીશ સામ્રાજ્યના શાસકો તથા લંડન સ્થિત હિન્દુસ્તાન પર સાર્વભૌમત્વ ધરાવતા મહારાણી એલીઝાબેથને બ્રિટીશ પાર્લામેન્ટના સભ્યો - બ્રિટીશ વડાપ્રધાન સ્વ. ચર્ચીલને પ્રતિતિ થઈ ચુકી હતી.

રાષ્ટ્રપિતા પૂ. સ્વ. મહાત્મા ગાંધીજી (સ્વ. મોહનદાસ કરમચંદ ગાંધી)ના નેતૃત્વમાં 'અહિંસક' ચળવળ - આંદોલન ચાલી રહેલ મક્કમતાપૂર્વક આ આંદોલન મતભેદ વાદવિવાદ સાથે આગળ વધી રહેલ. મતભેદ-વાદવિવાદનો અંત અરસપરસ સમજુતીથી સ્વ. પૂ. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ લેવામાં આવતો મોટાભાગે સર્વમાન્ય રહેતો. સમર્પણ - બલિદાન ભાવના વચ્ચેનું આ આંદોલન 'અહિંસક' ગણાતુ. હિન્દુસ્તાનના ખમીરવંતા નાગરીકો શાંતિપ્રિય છે. તેમ છતાં તમારા હાથમાં હિન્દુસ્તાનની સત્તા છિનવા માટે ખમીર પણ ધરાવે છે. તે હિન્દુસ્તાનના નવ લોહીયા સ્વ. ભગતસિંહ, બહુકેશ્વરદત્ત, રાજગુરૂ વગેરે માત્ર પરચો આપી પાર્લામેન્ટમાં જઈ કડાણા ફાંસીના માચડે હંસતા મુખે ચડી ગયા. 'ભારત માતા કી જય' નાદ સાથે ત્યારે મહામુલી આઝાદી હિન્દુસ્તાને મેળવી અને ૨૬ જાન્યુઆરી ઓગણીસો પચાસના સંપૂર્ણ પ્રજાસત્તાક વિશ્વની મોટામા મોટી લોકશાહી તરીકે બંધારણીય હક્કો સાથે ઉભરી આવેલ ત્યાં સુધી હિન્દુસ્તાનમાં ગવર્નર શાસન રહેલ અને પ્રથમ ગવર્નર તરીકે સ્વ. રાજગોપાલાચાર્ય હિન્દુસ્તાનના ગવર્નર તરીકે વહીવટ અંદાજીત ત્રણ વર્ષ ચલાવ્યો.

સને ૧૯૫૧મા પ્રજાસત્તાક રાજ્યની સર્વપ્રથમ ચૂંટણી આવી તે સમયે હિન્દુસ્તાનની ચાલીસ કરોડ જનતાએ પોતાના પ્રતિનિધિ મતદાનથી ચૂંટયા અને પ્રજાકીય શાસન આવ્યું. સને ૧૯૩૬માં બંધારણ ઘડવાની સુધારા વધારા સમિતિ કાર્યરત બની તે બંધારણના અમુક અંશો યથાવત રાખવામાં આવેલ. સને ૧૯૪૬માં રાષ્ટ્રપતિના આગ્રહથી ડો. ભીમરાવ આંબેડકરએ અધ્યક્ષતા સોંપી તેઓશ્રીની અધ્યક્ષતામાં ડો. કનૈયાલાલ માણેકલાલ મુન્શી વિગેરે મહાનુભાવોનો સમાવેશ થયો. તેમા પણ ગુજરાતનું ગૌરવ સમાયેલ છે.

હિન્દુસ્તાન સંપૂર્ણ પ્રજાસત્તાક રાજ્ય બન્યા બાદ આપણે તા. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ પૂર્ણ આઝાદી બ્રિટીશ શાસન પૂર્વ વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન પાસેથી મેળવી તે પૂર્વ બ્રિટીશ શાસને હિન્દુસ્તાનમાંથી જે કાંઈપણ તે લીધુ આપણી સંસ્કૃતિને ઠૈસ પહોંચી. ઘણી ઐતિહાસિક ચીજ વસ્તુ સ્મરણ વગેરે લઈ ગયા. જે બ્રિટીશ મ્યુઝીયમમાં જમા છે. હિન્દુસ્તાન પૂર્ણ આઝાદી પ્રાપ્ત કરે તે પહેલા બ્રિટીશ વડાપ્રધાન સ્વ. ચર્ચીલે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીને ગંભીરતાપૂર્વક જણાવેલ કે શ્રી ગાંધી હિન્દુસ્તાન આઝાદી માટે પૂર્ણ રીતે પરિપકવત્તા પ્રાપ્ત કરેલ નથી. હજુ દશ વરસની વાર છે. મતલબ કે સને ૧૯૪૭માં આઝાદી -પૂર્ણ સ્વતંત્ર મેળવવાનો સમય સને ૧૯પ૬-પ૭ ની સાલ વર્ષ યોગ્ય જણાય છે. દરમ્યાન દિશા પકડાય થશે. પરંતુ રાષ્ટ્રપિતા પૂ. સ્વ. મહાત્મા ગાંધી એ વિનય સામે બ્રિટીશ વડાપ્રધાને હું સમજુ છું પરંતુ સમય પારખવાની જરૂરી લોકોની ધીરજ ખુટતી જાય છે. આંદોલન વધુ ઉગ્ર બને અન્ય સંવેદનશીલ તત્વોના હાથમાં દોર જાય તો પરિણામ સહન ન થઇ શકે તેવું આવે. લાચાર છું. તેવો પ્રત્યુતર વિનય સાથે બ્રિટીશ શાસક કરતા.

વડાપ્રધાન સ્વ. ચર્ચીલને આપેલ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી સમય પારખી જે તે સમયે આઝાદી હિન્દુસ્તાની પ્રાપ્ત થયા પછી હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂને કહેલ કે હિન્દુસ્તાનને સ્વતંત્રતા-સંગઠન માટે બ્રિટીશ ગુલામીમાંથી મુકત કરવાના ધ્યેયથી રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલ.

વર્તમાન સ્થિતિ રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી અનેક કોંગ્રેસનો જન્મ થયો. સમયાંતરે  સંગઠીત રાષ્ટ્રીય કોંગ્રેસને સમયના મોભીઓ  ગણાતા પોતાના અહમને સંતોષવા માટે કોંગ્રેસ નામ આગળ નવા કોંગ્રેસ પક્ષની સ્થાપના સાથે જન્મ આપતા રહ્યા, રાષ્ટ્રીય કોંગ્રેસમાં સ્વતંત્રતાની લડત માટે જોડાયેલ હતા.

જયારે જનસંઘનું વિલીનીકરણ થયું જુના જનસંઘી નેતાઓએ જનતા પક્ષમાંથી અલગ થતા નવા પક્ષને જન્મ આપ્યો. જે સંબંધે અવાર નવાર ઉલ્લેખ થાય છે. 'જનસંઘ'ની સ્થાપનાનો મુદે સ્વ. પંડીત દીનદયાળ શર્મા કાશ્મીરનો મુદ્દો ઉઠાવી હિન્દુ બ્રાહ્મણના રક્ષણ હિન્દુ રાજય વિગેરે કારણ હતું. હિન્દુ મહાસભા શ્રી જગદગુરૂ શંકરાચાર્ય પ્રેરીત રામરાજય પરીષદ મુડીવાદના પક્ષ તરીકે સ્વતંત્ર પક્ષ સને ૧૯૬૭માં ઉભરી આવેલ. બીજા અન્ય નાના પક્ષો વિગેરે સ્થાપીત હતા. હાલના તબક્કે આ હકીકત અત્રે સુધી સીમીત રાખી છે. રાષ્ટ્રપિતા સ્વ.મહાત્મા ગાંધી યાને મોહનદાસ કરમચંદ ગાંધીની વાણી સમજવા જેવી છે કે કોઇ ભુખ્યો નહી રહે. રામરાજનો યાને પ્રજારાજ ઉદય થશે. તેઓશ્રીની હત્યા થઇ તે પહેલા કોંગ્રેસને વિખેરી નાખવા સુચન કરેલ ત્યારે તેમની આ વાણી નિર્દોષતા સમાનતાના એકતા દર્શન કરાવેલ. સમય અંતરે દિશા દશા બદલાણી રાષ્ટ્રપિતાની આ વાણીએ ઉલ્ટી દિશાના દ્વાર ખોલ્યા. નવી કહેવત મુજબ રાજસતા ભોગવશે અને કોઈ ભુખ્યો રહેશે નહિ, ત્યારે ભ્રષ્ટાચારનો ભોરીંગનો ભરડો મજબુત બનતો જાય છે.

બંધારણમાં માનવ હકકની સુરક્ષા બતાવી છે માનવ અધિકાર પંચ બંધારણનો એક ભાગ ગણાય છે. તેમની સામાન્ય ફરજ માનવરક્ષાની તેમના હકકો અપાવવાની, જીવવાના હકકો અપાવવા માટે જજુમે છે. ફાંસીની સજા પામેલા વ્યકિતને જીવનદાન અપાવવા મહેનત કરે છે. તેમનો ઉદ્દેશ જો તે જીવંત રહેશે તો પરિવર્તન આવશે. પસ્તાવોથી યાતનાનો અંજપાથી અન્યને આપેલ પીડા પણ સ્વને ભોગવવી પડે તેની અનુભૂતિ કરાવવા સમાજ વચ્ચે રહેવા સ્પષ્ટ ઉદ્દેશ મંથન કરી હરવા અને જીવવાનો દૃષ્ટિ કોણ ધરાવે છે. ઉદ્દેશ સારો નોંધનીય છે. દિશા ઉલ્ટી પકડાય છે. સને ૧૯પ૦ અમલમાં આવેલ બંધારણમાં મહત્વપૂર્ણ ન્યાયતંત્રને સંપૂર્ણ સ્વાયત્ત રાખવામાં આવેલ છે વિશ્વમાં ભારત-યાને હિન્દુસ્તાનની ન્યાય પ્રક્રિયા સંબંધે દિશા સુચન સાથે મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ ધરાવતી કહેવાય છે.

છેલ્લા બે માસથી પંજાબના ખેડૂત દ્વારા ત્રણ કૃષિ કાયદા હટાવવા માટે ચાલતા શાંત-અહિંસક આંદોલન સરકારની કસરત  થતી રહી છે. આગળો વધતી નથી. ખેડૂતોની મકકમતા સરકારને હુંફાવી રહી છે સરકારે ભારતની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવીયા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિશ્રીઓ બંધારણ અને કાયદાકિય ન્યાયપ્રક્રિયા હાથ ધરી વચલો રસ્તો કૃષિ કાયદાની સમિક્ષા કરવા સર્વોચ્ચ અદાલતે ચાર વ્યકિતની સમિતિની રચના કરી. તે પણ કૃષિ આંદોલનકારી નેતાઓ સ્વીકારી નહીં અને ઉલ્ટા આ આંદોલન વેગવતું બન્યું સંગઠન મજબુત બન્યું. સર્વોચ્ચ અદાલતની આ પ્રક્રિયા સ્વીકારી નહીં તે શું સમજવે છે. બુધ્ધીજીવી વર્ગ પણ હતપ્રત બન્યો છે.

ભાજપ સરકારની રચના પહેલાં ચૂંટણી પ્રચારનાં વર્તમાન ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ એ ભ્રષ્ટાચાર નાબુદ કરવાની આશ્વાસન આપેલ. તેમાં સફળતા અટવાય પડેલ છે. ઉલ્ટાનું ભ્રષ્ટાચારનું દુષણ વધતું જાય છે. આજ દિન સુધી વચેટીયા દ્વારા કામ કરતા પરિસ્થિતમાં પરિવર્તન આવેલ છે. ચર્ચા મુજબ સીધી ટકાવારી નકકી કરે છે. બ્રાંચ રૂશ્વત વિરોધ એજન્સી ગુન્હા દાખલ કરે છે. રંગ હાથ પકડાય છે. છતાં ભય નથી. કરચોરોનો ઉપદ્રવ વધતો જાય છે. તે પકડાય છે. તેને પણ ભય રહયો નથી. ખુદ સરકાર જ કાયદો કે નિયમો ઘડી દેશનું અર્થતંત્ર પાંગળુ કરી રહી છે.

ભાવ વધારો શિરો વંદના સમાન બન્યો છે. મોંઘવરીનો રાક્ષસ માથું ઉંચકતો જાય છે. ઓનલાઇન સેવા કોન્ટ્રેકટ પ્રથા વિગેરે દાખલ કરી મુડીવદીને વધુ મુડી વાદી બનાવેલ. છે. ઉદ્યોગપતિની પીઠ થાબડી છે. તેનો ઉભો કર્યો છે. મતદાનનુ મહત્વ રહ્યું નથી. સ્વતંત્રતા મતદાન ઝૂંટવાણી મતદાનની મશીનથી મત આપવાની પ્રથા દુષણ જેવું બન્યું છે. ચૂંટણી પંચ પાસે વિરોધ નોંધાવો - ફરીયાદ કરો તો તે પણ વામણું બની જાય છે. સ્વતંત્ર રહયું નથી. ખેડૂતોને ટેકાના ભાવ આપી મોંઘવારીને જન્મ આપ્યો છે. ખેડૂત પાસેથી માલ ખરીદી કરાય તે જનતા સુધી ચોખ્ખો પહોંચતો નથી. જયારે રેશનકાર્ડ પર સડેલું ધાન્ય અપાય છે તે સામે કચવાટ થઇ રહેલ છે.

(12:48 pm IST)
  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST