Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભારતની સ્પષ્ટ વાતઃ ચીને પાછળ હટવુ જ પડશે

ભારત-ચીન વચ્ચે મોલ્ડોમાં ૧૫ કલાક ચાલી ૯માં દોરની વાતચીત

નવી દિલ્હી, તા.૨૫: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે ભારત અને ચીન વચ્ચે ૯મી દોરની વાતચીત મોડી રાતે અઢી વાગ્યા સુધી ચાલી. ૧૫ કલાક ચાલેલી આ મેરેથોન વાતચીત ઈસ્ટર્ન લદ્દાખ સ્થિત ચુશુલ સેકટરના મોલ્ડોમાં થઈ. વાતચીતમાં મુખ્ય રીતે બંને દેશો પોતાની સેનાઓને એલએસી પર પાછળ હટવા અંગે વાતચીત કરવામાં આવી. તમને જણાવી દઈએ કે બેઠક પહેલા જ એરચીફ માર્શલે ચીનને કહી દીધુ હતુ કે ભારતને પણ આક્રમક થતા આવડે છે પરંતુ વાતચીત પહેલા સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે.

આ પહેલા ૬ નવેમ્બર ૨૦૨૦એ બંને દેશોની સેનાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં પણ મુખ્ય રીતે નિશ્ચિત ક્ષેત્રથી સેનાને પાછળ હટવા માટે વાતચીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લગભગ ૯ મહિનાઓથી તણાવની સ્થિતિ બનેલી છે. બંને દેશો તરફથી લદ્દાખમાં સેના અને હથિયાલોની ભારે તૈનાત કરવામાં આવ્યા છે. ભારત તરફથી આર્ટિલરી ગન, ટેંક સહિત તમામ હથિયારો સીમા પર તૈનાત રાખ્યા છે પરંતુ તે શાંતિથી જ સીમા વિવાદને ઉકેલવાની કોશિશોમાં લાગેલુ છે.

LAC પર ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી પરંતુ ચીની પક્ષ વારંવાર સમજૂતીનુ ઉલ્લંઘન કરીને ભરોસોના નબલો કરી રહ્યો છે. હવે ચીનને સપ્ટેમ્બરમાં ભારત સાથે થયેલ સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ પૂર્વ લદ્દાખમાં ચીની સેના અમુક મહિનાઓમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પર તણાવવાળા ક્ષેત્રોમાં ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે. જયારે ચાર મહિના પહેલા સપ્ટેમ્બરમાં ચીને ખુદ જ પ્રસ્તાવ આપ્યો હતો કે બંને પક્ષોનો તણાવ દ્યટાડવા માટે સંઘર્ષવાળા ક્ષેત્રમાં વધુ સૈનિકો ન મોકવા જોઈએ. હાલમાં ચીનની આ હરકત બાદ ભારતીય સેના પણ સંપૂર્ણપણે સતર્ક છે. ભારતીય સેનાએ પણ પોતાની સ્થિતિમાં પરિવર્તન કર્યુ છે.

'આપણે વાતચીતના માધ્યમથી આ મુદ્દાનો ઉકેલ કાઢીશુ'.

(12:47 pm IST)