Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગેંગ રેપની ખોટી ફરિયાદ નોંધાવનાર મહિલા વિરુદ્ધ એફ આઈ આર દાખલ કરવા મહારાષ્ટ્ર કોર્ટનો આદેશ : સતારા મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદપૂર્વક નોંધાવેલી ફરિયાદ ખોટી જણાતાં નામદાર કોર્ટ ખફા

મુંબઈ : સતારા મેજિસ્ટ્રેટ સમક્ષ એક મહિલાએ પોતાના ઉપર બે વ્યક્તિઓ દ્વારા નોકરી અપાવવાની લાલચ આપી ગેંગ રેપ આચરાયો હોવાની ફરિયાદ કલમ 376 ડી મુજબ નોંધાવી હતી.

આ બાબતે નામદાર કોર્ટએ પોલીસ પાસેથી વિગત માંગતા જાણવા મળ્યું હતું કે મહિલાએ જે બે વ્યક્તિઓ ઉપર ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદ ફાઈલ કરી દેવામાં આવી છે.કારણકે મહિલા ઉપર ગેંગ રેપ આચરાયો હોવાનું જણાતુ નથી.

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ જે બે વ્યક્તિઓ ઉપર ફરિયાદ નોંધાવાઇ છે તે પૈકીની એક વ્યક્તિ તો ભારતમાં છે પણ નહીં.અને જે વાહનમાં તેના ઉપર બળાત્કાર કરાયો હોવાનું જણાવાયું છે તે વાહન બંને કથિત આરોપીઓ પૈકી કોઈના પણ કબજામાં નથી.તેથી તપાસનીશ અધિકારીએ આ મામલે નોંધાયેલી બી સમરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

જોકે મહિલાએ બી સમરીનો વિરોધ કર્યો હતો.પરંતુ નામદાર કોર્ટએ બી સમરી રિપોર્ટ માન્ય રાખ્યો હતો.તથા સોગંદપૂર્વક નોંધાવેલી ફરિયાદ ખોટી જણાતાં મહિલા વિરુદ્ધ એફ આઈ આર દાખલ કરવા આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:44 pm IST)