Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

દેશભરમાં કોરોના સતત પીછેહઠ કરી રહ્યો છે

કોરોના કેસમાં દેશભરમાં ટોચ પર રહેવામાં કેરળ(૬૦૩૬) અને મહારાષ્ટ્ર(૨૭૫૨)નો વિક્રમ, સતત કેટલાય દિવસોથી સૌથી વધુ કેસ આ બે રાજ્યોમાં નોંધાયા છે: ગુજરાતમાં સવાર સુધીમાં માત્ર ૪૧૦ નવા કોરોના કેસ નોંધાયા: સૌથી ઓછા હિમાચલમાં ૨૧, પુડુચેરી માં ૩૦, ચંદીગઢમાં ૩૨, ઉત્તરાખંડ   અને ઝારખંડમાં ૫૪: જમ્મુ-કાશ્મીર ૭૩ અને અમદાવાદ ૮૪ કોરોના કેસ નોંધાયા છે: ચારે તરફ કોરોના પીછેહઠ કરી  રહયાનું વાતાવરણ સર્જાયું છે

 
(12:14 pm IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • ગણતંત્ર દિવસની ઉજવણી પહાડોમાં કરવા ઉમટયા સહેલાણીઓ : શિમલાની ટ્રેન અને વોલ્‍વોનું ર૬ તારીખ સુધીનું બુકીંગ પુરૂં, હોટલો પણ પેક access_time 3:31 pm IST