Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કોરોનાની સારવાર માટેનાં હોસ્પિટલ ખર્ચને ટેકસ ડિડકશન માટે મંજૂરીની સંભાવના

નવી દિલ્હી, તા.૨૫: નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં કોરોનાની સારવાર માટેનાં હોસ્પિટલનાં ખર્ચને ટેકસ ડિડકશન માટે મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. પોતાની આવક વધારવા માટે સરકાર બજેટમાં કોવિડ બોન્ડસ જેવી કોઈ નવી કેટેગરીના ટેકસ સેવિંગ્સ બોન્ડની સ્કીમ લાવે તેની ધારણા છે. આ પ્રકારનાં બોન્ડ પર સરકાર ટેકસ ડિડકશનનાં લાભ આપે તેવી આશા છે.

બજેટમાં સરકાર ઈન્કમટેકસનાં સિંગલ સ્લેબનો અમલ કરવા માટે વિચારણા કરી શકે છે. આવકવેરાની મુકિતમર્યાદા વધારીને રૂ. ૭.૫ લાખ કરવામાં આવશે તેવી લોકોને આશા છે.

વર્ક ફ્રોમ હોમનાં ખર્ચ પર ટેકસ પ્રોત્સાહનો

માલિક દ્વારા આ વખતે કોરોનામાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા છૂટ આપવામાં આવી હતી. આ સંદર્ભમાં વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને આપવામાં આવતા એલાવન્સ અને રિઈમ્બર્સમેન્ટ તેમજ વર્ક ફ્રોમ હોમ માટે કરેલા ખર્ચને ઈન્કમટેકસમાં માફી આપવામાં આવે તેવી સંભાવના છે.

ટેકસ સેવિંગ્સ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા વધી શકે છે

સરકાર દ્વારા કરદાતાઓને કલમ ૮૦ ઘ્ તેમજ કલમ ૮૦ઈઈઉ(૧ઇ) હેઠળ કરવામાં આવેલા રોકાણો પર પ્રોત્સાહનના ભાગરૂપે ટેકસ છૂટ આપવામાં આવે છે. ટેકસ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ હેઠળ આપવામાં આવતી મહત્તમ કર રાહતોમાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે. આને કારણે સરકારને લાંબા સમય સુધી નિશ્ચિત કરેલા દરે ફંડ ઊભું કરવામાં મદદ રહેશે.

સરકાર દ્વારા નોન રેસિડેન્ટ ઈન્વેસ્ટર્સને ટેકસ પ્રોત્સાહનો માટેની જાહેરાત કરવામાં આવી શકે છે.

(11:57 am IST)