Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અયોધ્યામાં રામમંદિર ૧,૧૦૦ કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશે

અયોધ્યા, તા.૨૫: અયોધ્યામાં રામમંદિર સાડા ત્રણ વર્ષમાં બની જશે અને એની પાછળ ૧,૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, એવું મંદિરના ટ્રસ્ટનું કહેવું છે.

ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજનું કહેવું છે, 'મુખ્ય મંદિરના નિર્માણમાં સાડા ત્રણ વર્ષ લાગશે.'

તેમનું કહેવું છે કે મુખ્ય મંદિરના નિર્માણનો ખર્ચ ૩૦૦-૪૦૦ કરોડ રૂપિયા જેટલો થશે પણ ૭૦ એકરના પરિસરના વિકાસની કિંમતને જોડતાં ૧,૧૦૦ કરોડ જેટલો ખર્ચ થશે.

તેમને એવું પણ કહ્યું છે કે રામમંદિરના બાંધકામ સાથે સંકળાયેલા તજજ્ઞો સાથે ચર્ચા બાદ આ અંદાજ તૈયાર કરાયો છે.

(11:54 am IST)