Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અમેરિકાનું નવું શાસન નસીબવંતુ, કોરોના કેસોમાં ગજબનાકનો ઘટાડો, આજે નવા ૧.૪૨ લાખ કેસ અને અને મૃત્યુમાં પણ મોટા ઘટાડા સાથે ૧૯૦૦ નવા કેસ નોંધાયા

બાયડન શાસનનો સપાટો: અમેરિકામાં આજે દોઢ લાખની નીચે નવા કેસનો આંક ચાલ્યો ગયો, મૃત્યુના આંકમાં પણ પચાસ ટકાનો ઘટાડો: ઈંગ્લેન્ડમાં પણ કેસો ઘટવા તરફ, નવા ૩૦ હજાર કેસ નોંધાયા, યુકેમાં મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો: ૬૧૦ના મૃત્યુ, ૪,૦૦૦ આઈસીયુમાં: ભારતમાં પણ તેર હજાર આસપાસ નવા કેસો નોંધાયા, મોટો ઘટાડો, કોરોના હાંફવા લાગ્યો, નવો મૃત્યુઆંક ૧૩૧, સાજા પણ ૧૩ હજાર થયા: બ્રાઝિલમાં અચાનક સંખ્યા ૫૦ ટકા ઘટી ગઈ,૨૮૦૦૦ નવા કેસ: જ્યારે રશિયામાં ૨૧ હજાર: ફ્રાન્સમાં ૧૮ હજાર આસપાસ નવા કેસ: ચીનમાં ધીમે ધીમે કોરોના કેસ વધે છે, નવા ૧૨૪ કેસ: હોંગકોંગમાં ૭૬: ઓસ્ટ્રેલિયા ૧૧ અને યુનાઇટેડ આરબ અમીરાતમાં એકધારા ૩૫૦૦ નવા કેસ નોંધાયા

(11:34 am IST)