Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પાઇ પાઇ માટે વલખા મારે છે પાકિસ્તાન હવે જિન્નાની 'ઓળખ' પણ ગીરવે મૂકી દેશે

સૌથી મોટો પાક ગીરવે મૂકી ૫૦૦ અબજ રૂપિયા લેશે

ઇસ્લામાબાદ, તા.૨પઃ  દેવામાં ડુબેલા પાકિસ્તાન પાસે હવે કોરોનાની રસી ખરીદવા માટે પણ પૈસા નથી બચ્યા. આ વાતનો ખુલાસો ખુદ પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાને કર્યો હતો. ઇમરાને કહ્યું હતું કે હાલ પાક.ની સ્થિતિ એવી છે કે તે વધુ પૈસા લોન પેટે લઇ શકે તેમ નથી.

આ દેવામાંથી બહાર આવવા માટે હવે ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને મોર્ગેજ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. જેની મદદથી પાકિસ્તાન વધુ કેટલીક લોન લેવાની તૈયારી કરી રહ્યું છે.

પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યા અનુસાર એફ-૯ નામના ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને પાકિસ્તાન ગીરવે મુકવા માટે તૈયાર થઇ ગયું છે. જેના બદલામાં તેને ૫૦૦ બિલિયન ડોલરની લોન મળવાની આશા છે. આટલી રકમથી પાકિસ્તાન અગાઉનું જે દેવું છે તેમાંથી બહાર નિકળવાના પ્રયાસો કરશે અને નબળા આૃર્થતંત્રને પાટે લાવવામાં આવશે.

મંગળવારે વડા પ્રધાન ઇમરાન ખાનની આગેવાનીમાં એક બેઠક યોજાવા જઇ રહી છે જેમાં આ પાર્કને ગીરવી મુકવા માટેનો નિર્ણય લેવામાં આવશે. ઇસ્લામાબાદમાં આવેલા એફ-૯ પાર્કને ફાતિમા જિન્નાહ નામ આપવામાં આવ્યું છે, અને તેની જમીનનો વિસ્તાર આશરે ૭૫૯ એકર માનવામાં આવે છે. આ પાર્કમાં એટલી ગ્રીનરી છે કે તેને પાકિસ્તાનનો સૌથી મોટો હરિયાળી વાળો વિસ્તાર પણ માનવામાં આવે છે.

આ પાર્કને હવે ગીરવે મુકવામાં આવશે જેનો ઉપયોગ કોઇ પણ દેશ કે ઇન્ડસ્ટ્રી પોતાની મરજીથી કરી શકશે. આ નિર્ણય પાકિસ્તાનની નબળી ઇકોનોમી અને લોનના દેવામાંથી બહાર આવવા માટે લેવાયો હોવાનો પાક.ના અખબાર ડોનમાં દાવો કરાયો છે. ગત વર્ષે જ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન પાસેથી ૩ બિલિયન ડોલરની લોનની ઉઘરાણી કરી હતી.

(11:18 am IST)