Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બાબત અવાસ્તવિક લાગે પણ છે સત્ય

જોધપુર પંથકમાં કરોડપતિ છે કબુતર : તગડુ બેંક બેલેન્સ : પાન નંબર પણ છે : જમીન માલિક પણ છે

જોધપુર તા. ૨૫ : રાજસ્થાનનાં ઘણાં વિસ્તારોમાં કબૂતરોને દાણા નાખવાની પરંપરા છે, પણ મારવાડનાં કબૂતરો ઘણાં લોકો માટે રહેવા ખાવાની સગવડ પણ કરી આપે છે. આ વાત જરાક અજુગતી લાગશે પણ સાચી છે.

જોધપુર જિલ્લાનાં અસોપ વિસ્તારમાં જયા કબૂતરોનાં નામે જમીન, બેન્ક બેલેન્સ, મકાન, દુકાન છે અને તેમનાં પાન કાર્ડ નંબર પણ છે. કબૂતરો ભાડુ પણ ભરે છે અને તેમનાં ભાડા અને જમીનની કિંમતમાંથી ધર્મ-કર્મ સાથે જોડાયેલ કામો કરવામાં આવે છે.

જોધપુરથી ૯૦ કિલોમીટર દૂર અસોપમાં કબૂતરોનું બેન્ક બેલેન્સ આશરે ૩૦ લાખ છે અને તેમના નામે છે ૩૬૪ વીઘા જમીન. આ જમીન પર ખેતી માટે બોલીઓ લગાવવામાં આવે છે અને તેની ઇન્કમમાંથી આવતી રકમ કબૂતરોનાં એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જે જમીનની કિંમત ૨૦ કરોડથી વધારે છે.

કહેવામાં આવે છે કે રિયાસતી કાળમાં આસોપનાં અમુક ધનાઢ્ય લોકો જેમનાં કોઈ વારિસ નહોતા, તેમણે પોતાની જમીન કબૂતરોનાં નામે લખી દીધી હતી. અત્યાર સુધી આ જમીન ૩૬૦ વીઘા થઈ ચૂકી છે. એટલુજ નહીં કબૂતરોની દેખરેખ માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. જે દર વર્ષે આ જમીનને ખેતી માટે ભાડે આપે છે. જેમાંથી આવતી ઇન્કમથી કબૂતરો માટે દાણા-પાણી ખરીદવામાં આવે છે.

હાલ આસોપની યુકો બેન્કમાં કબૂતરોનાં નામે આશરે ૩૦ લાખથી વધારે ધન રાશિ જમા છે. તે ઉપરાંત કબૂતરોનાં નામે તે વિસ્તારમાં ત્રણ પાકી દુકાનો પણ છે. આસોપમાં આ મુક પક્ષીઓ માટે કામ કરનારી ૧૦૦ વર્ષથી પણ જુની કબૂતરની કમિટી છે. કમિટીનાં સભ્ય જણાવે છે કે, કસ્બામાં ૨૧ ચબુતરા છે જયાં અસંખ્ય કબૂતરો દાણા ખાય છે. જયાં કબૂતરો માટે આશરે ૧૦ કિવન્ટલ જવાર નાંખવામાં આવે છે. જે મહોલ્લામાં કબૂતરો માટે ચબૂતરો ના હોય ત્યાં રહેતા લોકો પણ કબૂતરોને દાણા નાંખવાની જવાબદારી નીભાવે છે.

આશરે ૧૦-૧૧ વર્ષ પહેલા દુકાળને લીધે અશોક કસ્બામાં સંચાલિત થઈ રહેલ ભગવાન શ્રી કૃષ્ણ ગૌશાળાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને ગૌશાળામાં ચારો પણ ખતમ થઈ ગયો હતો. ચારો ખરીદવા માટે ગૌશાળા સિમિત પાસે બજેટ પણ નહોતુ, તેવામાં ગામનાં કરોડપતિ કબૂતર જ કામમાં આવ્યા હતા. ગામ માટે કબૂતરણ ટ્રસ્ટે ગૌશાળાને ૧૦ લાખ રૂપિયાની સહાયતા કરી, જેથી ગૌશાળાની ગાયો માટે ચારો ખરીદવામાં આવ્યો.

(10:01 am IST)