Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

હવે કોરોનાને રોકવા માટે આવી રહ્યો છે 'નેઝમ સ્પ્રે'

લંડન : બ્રિટનની બર્મિઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બે દિવસ સુધી કોરોના વાયરસના સંક્રમણને રોકનાર એક 'નેઝલ સ્પ્રે'ને અંતિમરૂપ આપી દીધું છે. આ ઉપરાંત થોડા મહિનામાં દવાની દુકાનો પર ઉપલબ્ધ થવાની આશા છે. રવિવારે એક સમાચાર પત્રએ દાવો કર્યો હતો. રિસર્ચના મુખ્ય અનુસંધાનકર્તા ડો. રિસર્ચ મોકસએ 'ધ સંડે ટેલીગ્રાફ'ને કહ્યું કે તે સોશિયલ ડિસ્ટન્સની પાબંધીમાં છુટકારો અપાવવા માટે અને સ્કૂલોને ફરીથી ખોલવામાં તેનાથી મદદ મળશે તેને લઇને આશ્વસ્ત છે.

'નેઝલ સ્પ્રે' ને હજુ સુધી કોઇ નામ મળ્યું નથી. જોકે તેને બનાવવામાં જે રસાયણોનો ઉપયોગ થાય છે. તેને મેડિકલ ઉપયોગ માટે મંજૂરી પ્રાપ્ત છે અને તે માનવ દ્વારા ઉપયોગ કરવમાં સુરક્ષિત છે. મોકસએ કહ્યું કે 'અમે ગરમીની સિઝન સુધી તેને ઉપલબ્ધ કરાવવાની આશા રાખી રહ્યા છીએ.

રિસર્ચ અનુસાર દળનું માનવું છે કે આ  'નેઝલ સ્પ્રે'નો દિવસમાં ચાર વખત ઉપયોગ કરવાથી કોરોના વાયરસના સંક્રમણથી દૂર રહી શકાશે અને સ્કૂલ જેવા ભીડવાળા સ્થળો તથા અતિઆધુનિક જોખમ ભરેલા સ્થળો પર તેનો ઉપયોગ દર ૨૦ મિનિટે કરવામાં આવી શકે છે.

(9:58 am IST)
  • અર્ણબ ગોસ્‍વામીએ મને ૧૨ હજાર ડોલર અને ૪૦ લાખ રૂપિયા આપ્‍યા : પુર્વ બાર્ક સીઇઓએ સ્‍વીકાર્યુ : મુંબઇ પોલીસે કબુલ કર્યુ હોવાનો કર્યો દાવો access_time 3:31 pm IST

  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST