Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બિહાર : પત્નીના આડા સંબંધને લઇ વિરોધ કરતા પતિની હત્યા

પત્નીએ મામા સાથે મળીને પત્ની હત્યા કરી : આંખ, કાન, નાકમાં ફેવિક્વિક નાખીને મોતને ઘાટ ઉતાર્યો

ગયા, તા. ૨૪ : બિહારના ગયામાં એક મહિલાએ, જેનો ગેરકાયદેસર સંબંધ હતો, તેણે તેના મામા સાથે મળીને તેના પતિની નિર્દયતાથી હત્યા કરી દીધી. ઘટના મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાના પરિવારે પહેલા પતિને માર માર્યો હતો. ત્યારબાદ ફેવિક્વિકને તેની આંખ, કાન, નાકમાં નાંખી બાદમાં છરી વડે હત્યા કરી દીધી હતી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સલેમપુરમાં રહેતી મુન્ના ગુપ્તાની પત્ની જુલી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. એક દિવસ બંનેના સંબંદ વિશે પતિ મુન્નાને જાણ થઈ ગઈ. એવું કહેવામાં આવે છે કે તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં પકડ્યો હતો, ત્યારથી જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. શુક્રવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે જુલીએ તેની માતા, પિતા અને અન્ય લોકો સાથે મળીને પતિ પર હુમલો કર્યો હતો.

એટલું જ નહીં, આરોપીએ પતિ બેભાન થયા બાદ પણ તેના મો, કાન અને નાકમાં ફેવિક્વિક નાખી હતી. આ પછી પણ તેનું મન ન ભરાયું તો તેણે તેના શરીર પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. ગયા એસએસપી આદિત્ય કુમારે શનિવારે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે લાશને કોથળામાં બંધ કરી હતી. રાતના અંધારામાં લોકો તેને બાળી નાખવા માટે પેટ્રોલ ખરીદીને બાઇક લઈને બહાર નીકળ્યા હતા. જોકે, રસ્તામાં પોલીસની નજર પડી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પોલીસને જોઇને બાઇક પર સવાર લોકો પતિના મૃતદેહને છોડીને ભાગી ગયા હતા. પોલીસે બાઇકની ઓળખ કરી કેસની તપાસ શરૂ કરી હતી. એસએસપી આદિત્ય કુમારે કહ્યું કે આરોપી જુલી, મૃત સસરા દુર્ગા સાવ અને સાસુ સંજુ દેવીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે આરોપીઓને પકડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

(12:00 am IST)
  • માઉન્‍ટ આબુમાં તાપમાન માઇનસ-૨ પર પહોંચ્‍યું : માઉન્‍ટ આબુમાં ઘરની બહાર ભરીને મુકેલું પાણી પણ બરફ બની ગયું: પ્રવાસીઓ સવારે વહેલા બરફ જોવા હોટલમાંથી બહાર નીકળ્‍યા access_time 4:47 pm IST

  • વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોદી પ્રધાન મંડળની પુનઃ રચના થશે : લીસ્ટ તૈયાર : આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રધાન મંડળની પુનઃ રચના કરે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : યોગ્ય સમયે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં અથવા તો માર્ચના પહેલા અઠવાડીયામાં નવા પ્રધાનો શપથ લ્યે તેવી પૂરી સંભાવના છે : ૨૦ નવા પ્રધાનોનું અને પ્રધાનમંડળમાં ફેરફારોમાં લીસ્ટ તૈયાર હોવાનું પણ જાણવા મળે છે access_time 3:08 pm IST

  • ૧ લી ફેબ્રુઆરી બજેટના દિવસે દિલ્હીમાં સંસદ ભવન પર કૂચ લઈ જશે કિસાનો આવતીકાલની કિસાન રેલી પહેલાં મોટી જાહેરાત: પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે જ સંસદ ભવન કૂચ લઈ જવાની ખેડૂત નેતાઓની જાહેરાત : આ દિવસે કેવી રીતે ક્યાં જવાનું છે તે અમે 28 જાન્યુઆરીએ નક્કી કરશું: દર્શન પાલ, ક્રાંતિકારી કિસાન યુનિયનની જાહેરાત access_time 8:15 pm IST