Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

યુપીમાં લગ્નના એક દિવસ પહેલા જ બહેનની ક્રૂર હત્યા

પ્રેમીએ ભાઈને બહેનના અશ્લીલ ફોટા મોકલ્યા : બહેન ટૂથપેસ્ટ કરી રહી હતી ત્યારે સગો ભાઈ તમંચો લઈ આવ્યો અને ગોળી મારી દીધી : પોલીસની વધુ તપાસ

મેરઠ, તા. ૨૪ : યુપીના મેરઠ જિલ્લામાં યુવતીના લગ્નના ૨૪ કલાક પહેલા હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં સગા ભાઈએ જ લગ્નના એક દિવસ પહેલા પોતાની બહેનની હત્યા કરી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના બોયફ્રેન્ડે યુવતીના અશ્લીલ ફોટા તેના ભાઈને મોકલ્યા હતા. જેથી ગુસ્સામાં ભાઈએ ગંભીર ગુનાને અંજામ આપી દીધો. આરોપી ભાઈએ પોલીસ સમક્ષ સરેન્ડર પણ કરી દીધું છે.

મળતી માહિતી પ્રમાણે, લિસાડી ગેટના ઈસ્લામાબાદ વિસ્તારમાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરતા વ્યક્તિના ૬ બાળકો છે. પરિવારમાં સૌથી નાની ૧૯ વર્ષીય પુત્રીનો ખુર્જામાં રહેતા તેના પિતરાઈ ભાઈ કાસિમ સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પરંતુ આ પ્રેમસંબંધથી નારાજ પરિવારના સભ્યોએ થોડા દિવસો પહેલા તહસીલની રહેવાસી યુવક સાથે પુત્રીના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રવિવારે જાન આવવાની હતી. બધા લોકો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. બીજી તરફ પ્રેમિકાના લગ્ન અન્યત્ર નક્કી કરાવવા અંગે પ્રેમી કાસિમ પણ ગુસ્સે હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે કાસિમે પ્રેમિકાના મોટા ભાઈના મોબાઈલમાં તેની બહેનના અશ્લીલ ફોટા મોકલ્યા હતા. તે જોઈને ભાઈ ગુસ્સેથી લાલચોળ થઈ ગયો હતો. અશ્લીલ તસવીરોને લઈને રાત્રે પણ ભાઈ અને બહેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ પરિવારના સભ્યો બંનેને સમજાવીને શાંત કરાવ્યા હતા. શનિવારે સવારે યુવતી ઘરે ટૂથપેસ્ટ કરી રહી હતી. તે દરમિયાન તેનો મોટો ભાઈ હાથમાં બંદૂક લઇને પહોંચ્યો હતો અને તેને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ ઘરમાં અરાજકતા ફેલાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી તરફ આરોપી ભાઈએ પણ ઘરે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.

(12:00 am IST)
  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST

  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST