Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

યુપીમાં મહિલા ડોક્ટરે મેડિકલ સ્ટુડન્ટને હની ટ્રેપમાં ફસાવ્યો

અપહરણ કરીને ૭૦ લાખની ખંડણી માગી : હજુ સુધી હનીટ્રેપની ઘટનાને અંજામ આપનારી દિલ્હીની એક મહિલા ડોક્ટર ફરાર છે : પોલીસની વધુ તપાસ

લખનૌ, તા. ૨૪ : ઉત્તર પ્રદેશના ગોંડામાં મેડિકલ વિદ્યાર્થીના અપહરણ કાંડમાં મોટી સફળતા પોલીસને મળી છે, પરંતુ હજુ સુધી હની ટ્રેપની આ ઘટનાને અંજામ આપનારી દિલ્હીની એક મહિલા ડોક્ટર ફરાર છે. જણાવી દઈએ કે બીએમએસના વિદ્યાર્થી ગૌરવ હાલદારને હેમખેમ છોડાવી લેવાયો હતો. આ કિડનેપ મામલામાં પોલીસે દિલ્હીના ડોક્ટર સહિત ૩ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. ગોંડાના એસસીપીએમ મેડિકલ કોલેજના વિદ્યાર્થી ગૌરવનું ૧૮ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યે અપહરણ કરી લેવાયું હતું. પોલીસની ટીમે હજુ પણ દિલ્હી અને એનસીઆરમાં મહિલા ડોક્ટરને શોધવામાં લાગી છે.

હકિકતમાં દિલ્હીના ડોક્ટર અભિષેક સિંહે પોતાની પરિચિત મહિલા ડોક્ટર સાથે ગૌરવના અપહરણનું ષડયંત્ર રચ્યું હતું. બીએએમએસના વિદ્યાર્થી ગૌરવ હાલદરનને મહિલાએ હનીટ્રેપમાં ફસાવીને મળા માટે બોલાવ્યો હતો. ત્યાં પહેલાથી જ ડોક્ટર અભિષેક અને તેના બે સાથીદારો ઈન્જેક્શન લઈને તૈયાર હતા. તેઓ ગૌરવને ઈન્જેક્શન આપીને ઉપાડી લાવ્યા.

આ વચ્ચે અપહરણ મામલામાં સક્રિય યુપી એસટીએફની ટીમ, ગોંડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સર્વિલાન્સની મદદથી તેમનું લોકેશન શોધ્યું અને ત્રણ આરોપીઓને પકડી લીધા. તેમની પૂછપરછના આધારે શનિવારે પોલીસે વધુ બે આરોપીઓને પકડી લીધા.

શનિવારે સંતકબીર નગરથી પકડાયેલા રોહિત સિંહ અને સતીશ કુમારે જણાવ્યું કે, ગૌરવ હાલદારને ટાર્ગેટ બનાવવા માટે પહેલા ડો. પ્રીતિ મેહરા પાસેથી ફોન કરાવાયો હતો. જ્યારે તે પ્રીતિની જાળમાં ફસાઈ ગયો ત્યારે તેને ફોન કરીને બોલાવવામાં આવ્યો અને નશાના ઈન્જેક્શન આપીને દિલ્હીના એક ફ્લેટમાં ગોંધી રાખવામાં આવ્યો. આ બાદ ૧૯ તારીખે ફોન કરીને પરિવાર પાસેથી ૭૦ લાખની માગણી કરવામાં આવી અને ૨૨ તારીખનું અલ્ટિમેટમ આપીને ફોન મૂકી દેવાયો. આ બાદ અપહરણકર્તાઓએ ફરી ૨૧ તારીખે ફોન કરીને ખંડણીની માગણી કરી હતી.

પોલીસ મુજબ, મહિલા ડોક્ટર પ્રીતિ મેહરા અને ડો. અભિષેક સિંહ અપહરણના ષડયંત્રના માસ્ટરમાઈન્ડ હતા. પોલીસનું કહેવું છે કે બંને દિલ્હીના નજફગઢ વિસ્તારના રાઠી હોસ્પિટલમાં કામ કરે છે. ગોંડાના પોલીસ પ્રમુખ શૈલેષ પાંડેએ કહ્યું કે, એસટીએફની નોઈડા ટીમે ડો. મેહરાની ભાળ મેળવવા માટે એનસીઆરમાં પહોંચી હતી. અધિકારીએ કહ્યું કે સર્વેલાન્સ ટીમ અને ગોંડા પોલીસની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી હતી.

(12:00 am IST)
  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 9036 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,77,710 થઇ :એક્ટિવ કેસ 1,74,362 થયા: વધુ 16,023 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,45,267 થયા :વધુ 116 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,624 થયા access_time 1:00 am IST

  • ગણતંત્ર દિવસની ઉજવણી પહાડોમાં કરવા ઉમટયા સહેલાણીઓ : શિમલાની ટ્રેન અને વોલ્‍વોનું ર૬ તારીખ સુધીનું બુકીંગ પુરૂં, હોટલો પણ પેક access_time 3:31 pm IST