Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પાંચ વર્ષમાં કેજરીવાલે દિલ્હીને 20 વર્ષ પાછળ ધકેલ્યુ: અમિતભાઈ શાહના પ્રહાર

પાંચ હજાર બસ ખરીદવાનો વાયદો કરીને 300 બસ ખરીદી દેખાડો કર્યો

 

નવી દિલ્હી : દિલ્હીમાં ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન શરૂ થઈ ચૂક્યા છે.વિધાનસભા વિસ્તારમાં સોનિયા વિહારમાં પ્રચાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર અને અરવિંદ કેજરીવાલે દિલ્હીની અધોગતિ કરી દીધી છે

 . ચૂંટણી માટેની સભામાં અમિતભાઈ શાહે કહ્યું કે  દિલ્હીમાં અસ્થાયી નોકરી માંગનારો વ્યક્તિ સ્થાયી થઈ શક્યો નથી. કેજરીવાલે દાવો કર્યો હતો કે, 5 હજાર ડીટીસી બસ ખરીદવામાં આવશે. પમ કંઈ થયું નથી. ચૂંટણીનો સમય આવ્યો તો 300 બસ ખરીદીને મીડિયા સામે દેખાડો કરી દીધો.

અમિતભાઈ  શાહે કહ્યું હતું કે, કેજરીવાલ જણાવ્યું હતું કે, સત્તા પર આવ્યા બાદ તે મકાનની ખરીદી નહીં કરે. સૌથી પહેલું કામ તેમે બંગલો શોધવાનું કર્યું છે. તે ગાડી નહીં લે પણ મોટી મોટી કારમાં ફરી રહ્યા છે. મોટી કારમાં ફરી રહ્યા છે.

  કરાવલનગરમાં અમિત ભાઈ શાહએ ઉમેર્યું હતું કે, દિલ્હી સરકાર વચનપાલન કરતી નથી. સરકાર દિલ્હીને પાંચ વર્ષમાં વીસ વર્ષ પાછળ મૂકી દીધું છે. જ્યારે કેજરીવાલ વોટ માંગવા માટે જાય છે તો તેમણે કરેલા વાયદાની કોઈ વાત કરતા નથી. હું તમને એમણે કરેલા જૂના વાયદાઓ યાદ કરાવી દઈશ. તેમણે દરેક વિસ્તારમાં ઈલાજ મળી એવી વ્યવસ્થાની વાત કરી હતી.

(12:32 am IST)