Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

છત્તીસગઢમાં જંગલી હાથીનો વૃદ્ધ દંપતી પર હુમલો: પતિનું મોત: પત્નીનો આબાદ બચાવ

મહિલા પોતાના બીમાર પતિને લઇ જવા બસની રાજ જોઈ ઉભા હતા ત્યારે હાથીએ હુમલો કર્યો

છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીને વૃદ્ધ દંપતી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પતિનું મોત થયું હતું જ્યારે પત્નીનો આબાદ બચાવ થયો હતો. જશપુર જિલ્લાના વનવિભાગના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, જશપુર વન રેન્જ અંતર્ગત તપકરા જંગલ વિસ્તારમાં આવેલા સાગજોર ગામ નજીક જંગલ હાથીએ એક દંપતી ઉપર હુમલો કર્યો હતો

આ હુમલામાં 55 વર્ષીય આનંદ પ્રકાશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હાથીના હુમલા દરમિયાન આનંદની પત્નીનો આબાદ બચાવ થયો હતો

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહિલા પોતાના બીમાર પતિ આનંદ પ્રકાશને હોસ્પિટલ લઈ જવા માટે રોડ પાસે બસની રાહ જોઈ રહી હતી.

(10:37 pm IST)