Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભીમા કોરેગાંવ મામલે પ્રતિરોધનું પ્રતિકઃ મોદી શાહના એજન્ડાના વિરોધી દરેક વ્યકિત અર્બન નકસલઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટિપ્પણી

       કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભીમા કોરેગાંવ મામલાને પ્રતિરોધનું પ્રતિક બતાવતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. એમણે કહ્યું કે જો કોઇ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નફરતવાળા એજન્ડા વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે એને અર્બન નકસલ કહી દેવામાં આવે છે.

        વર્ષ ર૦૧૮ ના ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલ મહારાષ્ટ્ર પોલીસથી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) એ શુક્રવારના આ તપાસ  પોતાના નિયંત્રણમાં લીધી હતી. રાહુલની આ ટિપ્પણી આના એક દિવસ પછી આવી છે. એનઆઇએ પાસે તપાસની જવાબદારી જવાથી એક દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારએ પુનાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે એક સમીક્ષા બેઠક કરી હતી.

        રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ જો કોઇપણ મોદી-શાહના નફરતવાળા એજન્ડાનો વિરોધ કરે છે તે અર્બન નકસલી છે ભીમા કોરેગાંવ પ્રતિરોધનું પ્રતિક છે. જેને સરકારની એનઆઇએ કયારેય મિટાવી નહી શકે.

        કેન્દ્રના ફેંસલાએ ઉદ્વવ ઠાકરે સરકાર સાથે એક વધુ ટકરાવની સ્થિતિ પેદા કરી છે. આ મામલામાં બુદ્ધિજીવીઓ અને સામાજીક કાર્યકર્તાઓ વિરૂદ્ધ બધા મામલાને પરત લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી હતી.

(10:31 pm IST)