Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતીપોરામાં સતત ત્રીજા દિવસ અથડામણ ચાલુ :બે આતંકવાદીઓ ઠાર

ઓપરેશનમાં સેના, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સામેલ

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સવારથી થઈ રહેલી અથડામણમાં અત્યાર સુધી બે આતંકવાદીઓને ઠાર મરાયા છે પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યાં છે. આ ઓપરેશનમાં સેના, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સામેલ થઈ છે.

  પ્રાપ્ત વિગત અનુસાર, પુલવામાના અવંતીપોરામાં છેલ્લા ત્રણ દિવસથી આતંકીઓની ઘેરાબંધી માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં શનિવારે પણ અહીં છુપાયેલા આતંકીઓની શોધખોળ માટે રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોને લાવવામાં આવ્યા હતા.

આતંકીઓની શોધ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. શનિવારે થયેલી અથડામણ દરમિયાન જૈશના એક ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેવામાં આતંકીઓ વિરુદ્ધ જારી ઓપરેશન દરમિયાન અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

(8:24 pm IST)