Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

શાહીન બાગમાં પ્રદર્શન નામે દેશના ટુકડા કરવાનું ષડયંત્ર

શાહીન બાગને તેઓ તૌહીન બાગ કહેશે : સંબિત પાત્રા : રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ શાહીન બાગમાં પ્રદર્શનને સમર્થન આપી ચુક્યા છે : જેહાદની અપીલો થઇ રહી છે

નવીદિલ્હી, તા. ૨૫ : આસામને ભારતથી અલગ કરી દેવામાં આવશે તેવા વાયરલ વિડિયો ઉપર રાજનીતિ તીવ્ર બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ વિડિયોને શાહીન બાગ તરીકે ગણાવીને દાવો કર્યો છે કે, ત્યાં ભારતના ટૂકડા કરવા માટેના કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. ભાજપ તરફથી સંબીત પાત્રાએ આજે પત્રકાર પરિષદ યોજીને જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેખાવોની જગ્યા શાહીન બાગ નથી બલ્કે દિશાહિન બાગ છે, તૌહીન બાગ છે. સંબીત પાત્રાએ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ઉપર પણ પ્રહાર કર્યા હતા. પ્રસંગે સંબીત પાત્રાએ એક કવિતા પણ સંભળાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, હાથમાં તિરંગા છે પરંતુ મનમાં રમખાણના ઇરાદા છે. મહિલાઓની આડમાં નફરત ફેલાવવામાં આવી રહી છે. દરેક શહેરમાં લાલચોકની વાત થઇ રહી છે. સાથે સાથે પાકિસ્તાનની તરફેણ કરનારને ટેકો આપવામાં આવે છે.

                  શાહીન બાગની ટિકા કરતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, પ્રકારના લોકોનો ઇરાદો કત્લેઆમ કરવા, માર્ગો ઉપર ચક્કાજામ કરવાના રહેલા છે. શાહીનબાગમાં પ્રદર્શનના નામ ઉપર ભારતના ટુકડા કરવાના કાવતરા રચાઈ રહ્યા છે. ત્યાં ખુલ્લીરીતે આગની ઘટનાઓ, ખુલ્લામાં જેહાદની અપીલ કરવામાં આવી રહી છે. આસામને અલગ કરવાની વાત થઇ રહી છે. પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલે શાહીનબાગનું ખુલ્લીરીતે સમર્થન કર્યું હતું. હવે બંને નેતાઓને સામે આવીને નિવેદનબાજી કરવી જોઇએ. સોશિયલ મિડિયા ઉપર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. વિડિયોમાં દેખાઈ રહેલા શખ્સોને સરજિલ ઇમામ કહેવામાં આવી રહ્યા છે જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે છે.

                  આ શખ્સ વિડિયોમાં પૂર્વોત્તર અને આસામને ભારતના નક્શાથી દૂર કરી દેવાની વાત કરે છે. વિડિયો વાયરલ થયા બાદ આસામ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. આસામના મંત્રી હેમંત બિશ્વાએ કહ્યું છે કે, શાહીન બાગ પ્રદર્શનના મુખ્ય આયોજક સરજિલ ઇમામે કહ્યું છે કે, આસામને બાકી ભારતના હિસ્સાથી અલગ કરી દેવામાં આવશે. રાજ્ય સરકારે બાબતની ગંભીર નોંધ લીધી છે. તેમની સામે કેસ દાખલ કરવાની પ્રક્રિયા પણ ટૂંકમાં હાથ ધરવામાં આવનાર છે. શાહીન બાગમાં વિરોધ પ્રદર્શનનો દોર એવા સમયે જારી છે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી આવતીકાલે દેશભરમાં કરવામાં આવનાર છે. નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં અને વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન હાલમાં જારી છે.

(7:42 pm IST)