Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કાશ્મીર સહિત ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું: દ્રાસમાં માઇનસ ૩૦ ડિગ્રી

શ્રીનગર, તા.૨૫: (જી.એન.એસ.) કાશ્મીરમાં હાડ થિજાવી દેતી ઠંડીએ ફરી જોર પકડ્યું છે અને તાપમાનનો પારો નીચે ગગડતો જોવા મળ્યો છે. સમગ્ર ખીણ વિસ્તાર ઠંડીમાં ઠૂંઠવાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદ તેમ જ બરફ વર્ષાની સંભાવના છે.

આ વિસ્તારમાં રાત્રિનું તપામાન નોંધપાત્ર ગગડ્યું હોવાનું હવામાન વિભાગે નોંધ્યું છે. શ્રીનગરમાં તાપમાન ગગડીને માઇનસ ૬ ડિગ્રી નોંધાયું હતું, જે અગાઉ -૦.૫ ડિગ્રી જ હતું. આ ઉપરાંત કાઝીગંદ ખાતે તાપમાન -૮.૨ ડિગ્રી રહ્યું હતું. પ્રવાસનના પાઙ્ખઇન્ટ એવા પહલગામમાં પારો ગગડીને -૧૩.૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. કાશ્મીર પ્રદેશમાં પહલગામ સૌથી ઠંડું શહેર હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

દરમ્યાન ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં પારો -૧૧ ડિગ્રી રહ્યો હતો જે અગાઉ -૧૧.૨ ડિગ્રી નોંધાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદાખમાં પણ માઇનસ ૨૦.૧ ડિગ્રી સુધી તાપમાન નીચું જતાં સ્થિતિ કપરી બની હતી. આ ઉપરાંત ઉત્ત્।રમાં સૌથી ટોચના સ્થળ દ્રાસમાં તાપમાનનો પારો ગગડીને -૩૦ ડિગ્રી રહ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આગામી થોડા દિવસ સુધી ખીણ વિસ્તારમાં હળવાં વરસાદી ઝાપટાં પડવાની તેમ જ બરફવર્ષા થવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ઠંડા પવન સાથે બરફવર્ષાને પગલે સમગ્ર ઉત્ત્।ર ભારતમાં પણ તાપમાન નીચું ગયું હતું. આગામી સમયમાં દેશમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે લોકોએ તૈયારી રાખવી પડશે.

(3:53 pm IST)