Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભારતની પ્રિતી કોરોના વાયરસની ઝપેટમાં : મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યોર તરફઃ વેન્ટીલેટર ઉપરઃ જંગી ખર્ચની પરિવારની ટહેલને જબરો પ્રતિસાદ

ચીનમાં ભારતીય એમ્બેસીએ સંબધીને કોન્ટેકટ કરવા +૮૬૧૮૬૧૨૦૮૩૬૨૯ અને +૮૬૧૮૬૧૨૦૮૩૬૧૭

 નવી દિલ્હીઃ  ભારતમાં હજુ સુધી કોરોના વાયરસે  દસ્તક નથી દીધા. ત્યારે ચાર શંકાસ્પદ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. મુંબઇ, બેંગ્લુરૂ અને હૈદ્રાબાદમાં કોરોના વાયરસના સંદિગ્ધ કેસ સામે આવ્યા હતા.

ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેકશન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં ૪૧ વર્ષના ભારતીય શિક્ષક પ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાયરસના ઈન્ફેકશનમાં સપડાઈ ગયા છે. પ્રીતિની Huazhong યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ શેનઝેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને અહીં ૧૧ જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે (શુક્રવારે) તેમની હાલત ગંભીર થતાં તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

 પ્રીતિ મહેશ્વરીને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રીતિ મહેશ્વરી શેંજેનવની ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે. ચીનમાં તેમની સારવાર માટે ૧૦ લાખ યુઆનનો ખર્ચ જણાવવામાં આવ્યો છે. મહેશ્વરીની સારવાર માટે એમેઝોન બેંગલુરુમાં નોકરી કરતા તેના ભાઈ મનીષ થાપાએ રૂ. ૧ કરોડના ફંડની મદદ માંગી છે. અત્યાર સુધી ૯૯૨ દાતાઓ દ્વારા મહેશ્વરીની સારવાર માટે રૂ. ૨૯.૪૩ લાખનું દાન પણ ભેગુ કરી દેવામાં આવ્યું છે.

પ્રીતિના પતિ આયુષ્માન કોવાલના જણાવ્યા પ્રમાણે, પ્રીતિને વાયરસ હોવાનું ડોકટર્સે પણ સ્વીકાર્યું છે. શુક્રવારે પ્રીતિની ગંભીર સ્થીતિને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જ રાખવામાં આવ્યા છે. પ્રીતિના પતિએ જણાવ્યું કે, ડોકટર્સે કહ્યા પ્રમાણે, પ્રીતિ હાલ બેભાન છે અને તેમને મળવા માટે ડોકટર્સ અમુક કલાકનો જ સમય આપ્યો છે. ડોકટર્સે કહ્યું છે કે, તેમની સારવારમાં દ્યણો સમય લાગે તેમ છે.

ડોકટર્સના જણાવ્યા પ્રમાણે, પ્રીતિને સીવિયર એકયુટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ (SARS) ઈન્ફેકશન થયું છે તે ઉપરાંત તેમના મસ્ટીપલ ઓર્ગન ફેઈલ થઈ રહ્યા છે.

 પ્રીતિ મહેશ્વરીની એક બહેન પ્રજ્ઞા મહેશ્વરી હાલમાં કેનેડાના ઓન્ટારિયોનો ઓકવિલેમાં રહે છે. જયારે ભાઈ મનિષ થાપા ભારતના બેંગલુરુમાં એમેઝોનમાં નોકરી કરે છે. પ્રજ્ઞાએ પોતાની બહેન માટે ૧૭ જાન્યુઆરીએ ફેસબુકમાં ફંડરાઈઝર વેબસાઈટ ઈમ્પેકટ ગુરુની લિંક શેર કરી હતી. આ લિંક શેર કરીને પ્રજ્ઞા મહેશ્વરીએ બહેન માટે મદદ માગી હતી અને બહેન જલ્દીથી સાજી થાય તેવી પ્રાર્થના કરી હતી. ચાઈનામાં સંબંધીઓને કોન્ટેકટ કરવા માટે ભારતીય એમ્બેસીએ ૮૬૧૮૬૧૨૦ ૮૩૬૨૯ અને ૮૬૧૮૬૧ ૨૦૮૩૬૧૭ જાહેર કર્યા છે. 

(3:51 pm IST)