Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભારતના લોકો કરતા જાપાનીઓ નેતાજીને વધારે માને છે

ભાજપાના ભુતપુર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ લક્ષ્મીકાંતા ચાવલા

અમૃતસર : હિન્દુસ્તાનીઓ પોતાના નેતા સુભાષચંદ્ર બોઝને એટલો પ્રેમ નથી કરતા જેટલો જાપાની લોકો કરે છે. તેમના જેવા શૂરવીરોએ જ આખી દુનિયામાં ભારતીયોનું નામ રોશન કર્યુ છે.

ગુરૂવારે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર અહીં આયોજીત કાર્યક્રમમાં ભાજપાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, પ્રોફેસર લક્ષ્મીકાંતા ચાવલાએ પોતાના જાપાન પ્રવાસ દરમ્યાન એક જાપાની અધિકારી દ્વારા કહેવાય આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પ્રોફેસર ચાવલાએ કહયું કે નેતાજીનું સ્વપ્ન હતું કે દેશમાં કોઇ ગરીબ ન રહે, કોઇ ભુખ્યું ન રહે ન કોઇ બેરોજગાર.

રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પર તેમને શ્રધ્ધાંજલી આપી હતી. વડાપ્રધાને સંસદ ભવનમાં નેતાજીની તસ્વીર ફુલો અર્પીત કર્યા હતાં. નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧ર૩ મી જન્મ જયંતિ પર આયોજીત કાર્યકમમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહયું કે નેતાજીએ  હિંદુ મહાસભાની વિભાજનકારી નીતિઓનો વિરોધ કર્યો હતો. તેઓ ધર્મનિરપેક્ષ ભારત માટે લડયા હતાં.

(3:50 pm IST)