Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આસામને ભારતથી કાયમ માટે છુટું પાડી દેશું: જેએનયુના શરજીલ ઇમામનો વીડીયો વાઇરલ

હદ કરી નાખી : દેશમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવી છે!

નવી દિલ્હી, તા. રપ : નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) વિરૂદ્ધ ભડકાઉ નારાબાજી અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે એક અત્યંત આપત્તિજનક વીડીયો બહાર આવ્યો છે. આ વીડીયોમાં જે લહેજાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આપણા સંધીય માળખા ઉપર હુમલો કરનારો છે. એક એવો વીડીયો જે અલગતાવાદી અને વિભાજનકારી એજન્ડાને સામે લાવે છે. ટુકડે-ટુકડે ગેંગ અને આઝાદીના નારાઓ ઉપર મચેલા ધમસાણ વચ્ચે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી શરજીલ ઇમામના આ વીડીયોમાં પૂર્વોત્તર અને આસામને ભારતના નકશામાંથી મિટાવી દેવાનો ધૃણિત મનસૂબો બેનકાબ થયો છે. આ વીડીયો સોશ્યલ મીડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડીયોમાં જેએનયુનો વિદ્યાર્થી શરજીલ ઇમામ કહે છેે, 'આપણી પાસે સંગઠીત લોકો હોય તો આપણે આસામને હિન્દુસ્તાનથી કાયમ માટે અલગ કરી શકીએ છીએ. કાયમ માટે નહીં તો એક બે મહિના માટે આસામને હિન્દુસ્તાનથી અલગ તો કરી જ શકીએ. રેલ્વે ટ્રેક પર એટલો ભંગાર નાખો કે તેને હટાવવામાં જ એક મહીનો લાગી જાય. પછી તેમને જવું હોય તો એરફોર્સથી ભલે જાય. આસામને ભારતમાંથી કાપવું એ આપણી જવાબદારી છે.'

(3:48 pm IST)