Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આંધ્રપ્રદેશ : કે-૪ પરમાણુ મિસાઇલનુ સફળ પરીક્ષણ

પાકિસ્તાન-ચીન હવે ભારતની હદમાં આવ્યા : ભારત ન્યુક્લિયર ટ્રાયડની ક્ષમતા હાંસલ કરી લેવા તૈયાર

વિશાખાપટ્ટનમ,તા. ૨૫ : ભારતે સબમરીનથી ઝીંકવામાં આવતી બેલાસ્ટિક મિસાઇલ કે-૪નુ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વધુ એક પરીક્ષણ કરવામાં આવ્યુ છે. એક પછી એક બે સફળ પરીક્ષણ બાદ ભારતે દુશ્મન દેશના પરમાણુ હુમલા બાદ પોતાના જવાબી હુમલાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરી લીધો છે. આશરે ૩૫૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવનાર મિસાઇલનુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ભારતની તાકાતમાં પણ અનેક ગણો વધારો થઇ ગયો છે. મિસાઇલની હદમાં સમગ્ર પાકિસ્તાન અને અડધાથી વધુ ચીનના હિસ્સા આવી ગયા છે. ન્યુક્લિયર બોમ્બ લઇ જવામાં સક્ષમ કે- મિસાઇલ સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવી રહી છે. મિસાઇલ પરમાણુ સબમરીન અરિહંતમાં ગોઠવવામાં આવનાર છે. કે- અને બ્રહ્યોસની જોડીથી હવે ભારત પોતાના દુશ્મનોને યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.

                 આ સફળ પરીક્ષણ બાદ  ભારત ન્યુક્લિયર ટ્રાયડની દિશામાં એક પગલુ રહેલુ છે. ભારતને હવે ન્યુક્લિયર ટ્રાયડ એટલે જમીન, હવા અને દરિયામાં પ્રહાર કરી શકે છે. કોઇ પણ જગ્યાએ પરમાણુ મિસાઇલ ઝીંકવાની ક્ષમતા છે. પાણીની નીચે સબમરીનથી ઝીંકવામાં આવેલી મિસાઇલો પરમાણુ હુમલા થવાની સ્થિતીમાં જવાબી હુમલા માટે સૌથી સારા હથિયાર તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૧૯૯૮માં પરમાણુ બોંબનુ પરીક્ષણ કરવામાં આવ્યા બાદ ભારત ન્યુક્લિયર ટ્રાયડની ક્ષમતા વિકસિત કરવા પર કામ કરી રહ્યુ છે. પરમાણુ સબમરીન મહિનાઓ સુધી પાણીની અંદર રહેવામાં સક્ષમ છે. જેના પરિણામ સ્વરુપે સબમરીન દુશ્મનના જાસુસી સેટેલાઇટ અથવા તો બાજ નજર રાખનાર વિમાનોમાં પણ દેખાતી નથી. દુશ્મનોને પરમાણુ સબમરીનની યોગ્ય સ્થિતિની માહિતી પણ મળતી નથી જેથી પરમાણુ સબમરીનને ટાર્ગેટ બનાવવામાં મુશ્કેલી પડે છે. ભારતની પ્રથમ સ્વદેશી નિર્મિત સબમરીન આઈએનએસ અરિહંતને ઓગસ્ટ ૨૦૧૬માં નેવીની સેવામાં સામેલ કરવામાં આવી હતી. આઇએનએસ અરિહંત ૮૩ મેગાવોટ ક્ષમતાવાળા લાઇટરવોટર રિએક્ટરથી ચાલે છે. આના ટ્રાયલ ડિસેમ્બર ૨૦૧૪થી ચાલી રહ્યા હતા. સબમરીન પર હાલની કે-૧૫ સબમરીન લોન્ચ્ડ બેલાસ્ટિક મિસાઇલ તૈનાત કરવામાં આવી છે જેની ક્ષમતા ૭૫૦ કિલોમીટરની છે.

                કે-૪ના સફળ પરીક્ષણ બાદ  ભારત હવે એવા દેશોની ક્લબમાં સામેલ થઇ ગયું છે જે દેશોની પાસે જમીન, હવા અને પાણીની અંદરથી મિસાઇલો ઝીંકવાની ક્ષમતા રહેલી છે. પાકિસ્તાન અને ચીન પણ હવે ભારતના સકંજામાં આવી ગયા છે. મિસાઇલની ક્ષમતા ૩૫૦૦ કિલોમીટ સુધીની રહેલી છે. ડીઆરડીઓ હવે ૫૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકી શકે તેવી કે- મિસાઇલના વિકાસ ઉપર કામ કરી રહ્યું છે. કે-૫ના વિકાસ બાદ ભારત સમગ્ર ચીનને પણ પોતાની હદમાં લેવા માટે સક્ષમ થઇ જશે. ચીન દરિયામાં ચીનની દાદાગીરી હાલ જોવા મળી રહી છે. ચીનની નજર દક્ષિણ ચીન સાગર ઉપર કેન્દ્રિત છે

(7:46 pm IST)