Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

શહેરીજનોને વિજયભાઇની ભેટઃ 1-2-3BHK ફલેટના ફોર્મ ૧ ફેબ્રુ.થી અપાશે

રાજયકક્ષાનાં પ્રજાસતાક પર્વ પ્રસંગે વિકાસની ગાડી પુરપાટ દોડાવતા મુખ્યમંત્રી : અન્ડરબ્રીજ-ઓટોમેટીક ટ્રાફીક સીગ્નલ-કોમ્યુનીટી હોલ સહીત ૬૦૦ કરોડનાં વિકાસકામોની ભેટ ધરી

રાજકોટનાં વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ કાલાવડ રોડ ઇસ્કોન મંદિર પાસે યોજાયા હતા. તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા, અંજલીબેન રૂપાણી સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ વગેરે દર્શાય છે. (તસ્વીર- અશોક બગથરીયા)

રાજકોટ,તા.૨૫: ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા), રાજકોટ શહેર પોલીસ તથા પી.જી.વી.સી.એલ.ના સંયુકત ઉપક્રમે તા.૨૫શનિવાર સવારે ૦૯ૅં૩૦ કલાકે રૂડા મેદાન, ઇસ્કોન મંદિર સામે, મોટામવા પાસે, કાલાવડ રોડ ખાતે રૂ.૬૨૫ કરોડથી વધુ વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ગુજરાત રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનાહસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, રાજય કક્ષાની પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી રંગે ચંગે થઇ રહી છે. આ અવસરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું હતું કે, હાલ રાજકોટમાં ૩૦૭૮ આવાસોનું કામ ગતિમાં છે. દ્યરવિહોણા લોકોને દ્યરનું દ્યર મળી રહે તે માટે હાથ ધરાયેલ આ યોજનામાં એલ.આઈ.જી કક્ષાના ૧૨૬૮ અને એમ.આઈ.જી. કક્ષાના પણ ૧૨૬૮ તથા બાકીના અન્ય કેટેગરીના આવાસો માટેના ફોર્મનું આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી વિતરણ શરૂ કરવામાં આવશે. શહેરના પશ્યિમ ઝોન વિસ્તારમાં અત્યંત કિંમતી જમીનો ઉપર બની રહેલા આ શાનદાર આવાસો ગરીબ અને મધ્યમવર્ગના લોકોના જીવનમાં આનંદમય પરિવર્તન લાવશે.

આ પ્રસંગે પી.જી.વી.સી.એલ. દ્વારા સામાજીક જવાબદારીના ભાગરૂપે પોલીસ ડીપાર્ટમેન્ટમાં કામ કરતી દુર્ગા શકિત ટીમને રૂ.૧૫ લાખના ખર્ચે વાહનો અર્પણ કરાયા હતા. તેમજ પોલીસ વિભાગ માટે કુલ ૩૭ બુલેટ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રચન કરેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્વેતા ટીઓટીયા, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીવીઝનલ મેનેજર પશ્યિમ રેલ્વે પરમેશ્વર ફંકવાલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઈ બોદ્યરા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, નાગદાનભાઈ ચાવડા, જીલ્લા ભાજપ મંત્રી ભાનુભાઈ મેતા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત રૂડાના ૨૧ ગામના સરપંચો તથા તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો દ્વારા મુખ્યમંત્રીનું ફૂલહાર અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ. મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ ભોરણીયા તથા જયોત્સનાબેન ટીલાળા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું આભારદર્શન ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાએ કરેલ હતુ.

વિકાસ લાવ્યા તાણી, યશગાથા વર્ણવતા રૂપાણી

રાજકોટ : આધુનીક રાજકોટના સર્વાંગી વિકાસ માટે સરકાર છે આ માટે શહેરમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, શહેર વર્લ્ડકલાસ બને તે માટે રાજય સરકાર કામગીરી કરી રહી છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસપોર્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, નવી જી.આઈ.ડી.સી., આ ઉપરાંત ડીસ્ટ્રીકટ કોર્ટ બનાવવાના ટેન્ડરો ફાઈનલ થઇ ગયા છે. રૂ.૧૫૦ કરોડના ખર્ચે ડીસ્ટ્રીકટ કોર્ટ બનશે. આ ઉપરાંત રાજકોટની પાણીની સમસ્યાના નિરાકરણ માટે આજી, ન્યારીને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરેલા રખાશે. આજે રાજકોટ પાણીદાર રાજકોટ બની ગયેલ છે. આ ઉપરાંત રેસકોર્ષ-૨, અટલ સરોવર જેવા પ્રોજેકટ આપેલ છે. આજી નદી વોકળાની ગટરની નદી નહિ પરંતુ નિર્મળ નદી બને તે માટે આજી નદી રીવરફ્રંટની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ ઉપરાંત શહેરમાં થાંભલાઓ પર વાયરના ગૂંચળાઓ ન રહે તે માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગ કામનું લોકાર્પણ કરવામાં આવેલ છે. ભૂતકાળમાં સરકારી તિજોરી ઉપર ભ્રષ્ટાચારનો પંજો હતો અત્યારે પ્રજાના પૈસામાંથી સવાયું કામ આપવા રાજય સરકાર કટીબધ્ધ છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા દ્યટે તે માટે રાજય સરકાર દ્વારા નવા પાંચ બ્રીજ બનાવવા રૂ.૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અને તે માટે રૂ.૫૦ કરોડની એડવાન્સ ફાળવણી પણ કરી ચુકેલ છે.

(3:27 pm IST)